કલોલ – છત્રાલ હાઇવે પર ટ્રિપલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનનું મૃત્યુ
અમદાવાદ મહેસાણા હાઇવે પર છત્રાલ નિરમા કંપની પાસે ત્રિપલ અકસ્માત નોંધાયો હતો. આ અકસ્માતમાં ઘાયલ થયેલ યુવાનનું મૃત્યુ થયું હતું. મહેસાણા થી અમદાવાદ તરફ જતા બાઇક સવારને બચાવવા જતા બે કાર અને બાઇક ટકરાઈ ગયા હતા બાઈક સવારને બચાવવા જતા ઇકો કાર પલટી ખાઈ ગઈ હતી જ્યારે બાઈક પણ ડિવાઇડર પર ચડી ગયું હતું.
અકસ્માત થતા બાઈક સવાર અને કારમાં રહેલા એક વ્યક્તિને ઇજા થઈ હતી. ઈજાગ્રસ્તોને હાઈવે રૂટ પેટ્રોલિંગ દ્વારા 108 એમ્બ્યુલન્સમાં કલોલ મોકલવામાં આવ્યા હતા જેની સારવાર કરવામાં આવી રહી હતી. સારવાર દરમિયાન બાઈકચાલક વિપુલસિંહનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતને પગલે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
