કલોલના ડીંગુચામાં વીજળી પડતા ગાયનું મોત, ડાંગરવામાં વીજ પોલ તૂટી પડતા અંધારપટ 

કલોલના ડીંગુચામાં વીજળી પડતા ગાયનું મોત, ડાંગરવામાં વીજ પોલ તૂટી પડતા અંધારપટ 

Share On

કલોલના ડીંગુચામાં વીજળી પડતા ગાયનું મોત, ડાંગરવામાં વીજ પોલ તૂટી પડતા અંધારપટ

 

ગુજરાત રાજ્યના વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસથી પલટો આવ્યો છે. વાતવરણ અચાનક બદલાઈને ધૂળની ડમરીઓ ઉડી રહી છે. કલોલ શહેર અને તાલુકામાં સોમવારે સાંજે ભારે પવન સાથે આંધી ફૂંકાઈ હતી. આ બાદ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા.

કલોલ તાલુકાના ડીંગૂચા ગામમાં વીજળી પડવાથી એક ગાયનું મોત નીપજ્યું હતું. અચાનક આવી પડેલા વરસાદની સાથે ઉપરથી વીજળી પડતા ગાય મૃત્યુ પામી હતી. બીજી તરફ ડાંગરવામાં વીજળીનો થાંભલો તૂટી પડ્યો હોવાની વિગત સામે આવી છે. કલોલ શહેરમાં માવઠાને કારણે અનેક ઠેકાણે પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાનમાં થયેલા આ ફેરફારને કારણે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેરીના ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારબાદ 11 થી 20 મે દરમિયાન પવનની ગતિ વધુ રહેશે. 25 મે થી 4 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં ચક્રવાત બનવાની શક્યતા છે. આમ આ વખતે ચોમાસુ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વહેલું પહોંચવાની શક્યતા છે.

કલોલ સમાચાર