કલોલમાંથી વાહન ચોરી કરનારા બે ઈસમોને તાલુકા પોલીસે દબોચ્યા

કલોલમાંથી વાહન ચોરી કરનારા બે ઈસમોને તાલુકા પોલીસે દબોચ્યા

Share On

કલોલમાંથી વાહન ચોરી કરનારા બે ઈસમોને તાલુકા પોલીસે દબોચ્યા

Story By Prashant Leuva 

 

કલોલ: કલોલ તાલુકા પોલીસે વાહન ચોરીના ત્રણ ગુનામાં મુદ્દા માલ સાથે ચોર ઈસમોને ઝડપી લીધા હતા. તાલુકા પોલીસે કેતન નાકાભાઈ જીંજાળા અને સાગર બાબુભાઈ લાડુમોરની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને ચોરી કરનાર ઇસમોને પકડવાના આદેશ આપવામાં આવ્યા હતા. કલોલ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પલસાણા ટી પોઇન્ટ ખાતે બે ઈસમો ચોરીની મોટર સાયકલ લઈને આવતા તેમને ઝડપી લીધા હતા અને તેમની પૂછપરછ કરતા અભિષેક હોમ્સ ખાતેથી તથા ગાર્ડન સિટી ખાતેથી મોટરસાયકલ ચોરી હોવાની કબુલાત કરી હતી જેથી પોલીસે ત્રણેય વાહનો કબજે કર્યા હતા.

કલોલ સમાચાર