કલોલમાં આજે ભક્તિપૂર્ણ માહોલમાં રથયાત્રા નીકળશે 

કલોલમાં આજે ભક્તિપૂર્ણ માહોલમાં રથયાત્રા નીકળશે 

Share On

કલોલમાં આજે ભક્તિપૂર્ણ માહોલમાં રથયાત્રા નીકળશે

 

કલોલ: સમગ્ર કલોલ શહેરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા યોજાશે. આ ધાર્મિક ઉત્સવની શરૂઆત કલોલના સત્યનારાયણ મંદિરથી થશે, જ્યાંથી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ શોભાયાત્રા સ્વરૂપે નીકળશે. આ રથયાત્રામાં ટ્રક, ટ્રેક્ટર અને ડીજેના તાલે ભક્તોનું ઘોડાપૂર ઉમટશે.

સવારે સત્યનારાયણ મંદિરથી નીકળેલ રથયાત્રા બજાર વિસ્તાર,જુના ચોરા,વખારિયા ચાર રસ્તા,બોરીસણા ગરનાળા થઇને પંચવટી વિસ્તારમાં વિરામ કરવા રોકાશે.  અખાડા મંડળ, મહિલાઓની ભજન મંડળી તેમજ વિવિધ વેશભૂષા બનાવીને નીકળેલા લોકોએ સમગ્ર રથયાત્રામાં આકર્ષણ જમાવશે.

શહેરના મુખ્ય માર્ગો પર ભગવાન જગન્નાથ પરિભ્રમણ કરશે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભાગ લેશે. રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પૂર્ણ કરવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. શહેરના ભક્તો આ પવિત્ર ઉત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવવા આતુર છે. રથયાત્રા એ હિન્દુ ધર્મનો એક પ્રાચીન અને મહત્વપૂર્ણ ઉત્સવ છે, જે ખાસ કરીને ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા સાથે સંકળાયેલો છે. આ ઉત્સવનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો માનવામાં આવે છે અને તેનું મૂળ ઓડિશાના પુરી ખાતેના જગન્નાથ મંદિર સાથે જોડાયેલું છે.

કલોલ સમાચાર