સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં નાતાલ પર્વની ઉજવણી કરાઈ
નાતાલની ઉજવણી ઈશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી તારીખ 25મી ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે. વિશ્વના મોટાભાગના દેશોમાં નાતાલના તહેવારની ઉજવણી મુખ્ય તહેવાર અને જાહેર રજા તરીકે કરવામાં આવે છે.
કલોલમાં ખ્રિસ્તીઓના સૌથી મોટા તહેવાર નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં આવેલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિધાર્થીઓમાં સર્વધર્મ સમભાવનાનો વિકાસ થાય તે હેતુસર નાતાલ પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિધાર્થીઓ અને સ્ટાફ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય ફાધર અનિલ પરમારે નાતાલ પર્વનું મહત્વ સમજાવીને સમગ્ર શાળા પરિવારને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પી.આઈ આર.આર.પરમાર તેમજ શાળાના મેનેજર ફાધર રજુ ઉપસ્થિત રહ્યા હતા.
કલોલ સિંદબાદ હાઇવે પર 8 લાખ રૂપિયા ઉઠાવનાર આરોપીઓ પકડાયા
કલોલ રેલવે અંડરબ્રિજમાં ટ્રેકટર ફસાયું,લોકો ત્રાહિમામ
કલોલ પોલીસે ફક્ત 100 રૂપિયાનો દારૂ પકડી ચોપડે નોંધ્યો
જેસીઆઈ કલોલ દ્વારા 9 જાન્યુઆરીએ મેરેથોન દોડ યોજાશે,રજીસ્ટ્રેશન શરુ