દારૂ અને પલ્સર બાઈક જપ્ત
કલોલ પોલીસે હાઇવે પરથી 200 રૂપિયાનો દેશી દારૂ પકડ્યો છે. દસ લીટર જેટલા દારૂની કિંમત આશરે 200 રૂપિયા થવા જાય છે તેમજ 20,000 રૂપિયાનું બાઈક કબ્જે કર્યું છે. દારૂની ખેપ મારનાર ખેપીયાને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની વિગતો સાંપડી છે.
કલોલમાં પોલીસ મોટા બુટલેગરોને પકડતી નથી પરંતુ નાના ખેપિયાઓ જ્યાં દેખાય ત્યાંથી પકડી લેતી હોય છે. આજે આવો જ એક કિસ્સો નોંધાયો છે. બનાવની વિગતો અનુસાર પોલીસ આંબેડકર ત્રણ રસ્તા ખાતે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અડાલજ તરફથી એક પલ્સર બાઈક પર દેશી દારૂ આવી રહ્યો છે. જેથી પોલીસે સાબદી બનીને વોચ ગોઠવી હતી, બાઇકસવાર જેવો આવ્યો તેવો જ પોલીસે દબોચી લીધો હતો.
આ બાદ પોલીસે પુછપરછ કરતા ખેપીયાએ પોતાનું નામ રાકેશજી વિષ્ણુજી ઠાકોર જણાવ્યું હતું. અને તે ટિંટોડા ઠાકોરવાસમાં રહે છે. પોલીસે બાઈકની તપાસ કરતા તેમાં 200 રૂપિયાની કિંમતનો દેશી દારૂ મળી આવ્યો હતો.જેથી પોલીસે દેશી દારૂ જપ્ત કરી લીધો હતો તેમજ વીસ હજાર રૂપિયાના પલ્સર બાઈકને જપ્ત કરી લીધું હતું.
બીજી તરફ કલોલ બજારમાં આવેલ ખમાર ભુવન આગળ એક વ્યક્તિ પીધેલી હાલતમાં એક્ટિવા ચલાવતો નજરે ચડતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ચેકીંગ દરમિયાન વ્યક્તિ એક્ટિવા પર હાલકડોલક થતો આવતો હતો જેને કારણે પોલીસને શંકા જતા તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર અહીં ક્લિક કરી ડાઉનલોડ કરો
2 thoughts on “કલોલ પોલીસે રૂપિયા 200નો દારૂ અને પલ્સર બાઈક જપ્ત કર્યું ”