કલોલના ટાવરચોકથી જ્યોતીશ્વર મહાદેવ જવાનો રસ્તો ખખડધજ બનતા હાલાકી 

કલોલના ટાવરચોકથી જ્યોતીશ્વર મહાદેવ જવાનો રસ્તો ખખડધજ બનતા હાલાકી 

Share On

ટાવરચોકથી જ્યોતીશ્વર મહાદેવ જવાનો રસ્તો ખખડધજ

કલોલમાં નવા રસ્તા બનાવવાનું કામ  ચાલી રહ્યું છે. જોકે અમુક સ્થળોએ રસ્તા તૂટી ગયા હોવા છતાં તેને નવા બનાવવામાં નથી આવી રહ્યા. કલોલ ટાવર ચોકથી નવા શાકમાર્કેટ તેમજ જ્યોતીશ્વર મહાદેવ જવાનો રોડ તૂટી ગયો છે, ખાડા પડી ગયા છે. જેને લીધે વાહનચાલકોમાં ભારે સમસ્યાઓ ભોગવવી પડી રહી છે.

આ રસ્તે જ મહેસાણા તેમજ માણસા ઓવરબ્રિજ તરફ જવાનું હોવાથી બસો,જીપો,મોટા વાહનો પણ પસાર થતા હોય છે. ગર્લ્સ હાઈસ્કૂલ આગળ મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે. આ સંજોગોમાં કોઈ ખાડામાં પડશે કે અકસ્માત થશે તો કોણ જવાબદારી લે સંશોધનનો વિષય છે. નગરપાલિકાને વિનંતી છે કે આ રસ્તો તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે જેથી લોકોને સમસ્યાનો સામનો કરવો ના પડે.

 

જ્યોતીશ્વર મહાદેવથી માર્કેટયાર્ડ તરફ જવાના રસ્તાની પણ ખસ્તા હાલત છે.અહીંથી રોજના હજારો વાહનચાલકો પસાર થતા હોય છે. અહીં ગેરલાયડે દબાણ અને પાર્કિંગને કારણે ટ્રાફિકજામની પણ સ્થિતિ સર્જાતી હોય છે. આ સંજોગોમાં સામાન્ય માણસને તૂટેલા રોડ રસ્તાથી જોરદાર તકલીફો પડે છે. વાહનો રોડ પર પછડાવાથી તેની આવરદા પણ ઘટી જાય છે. આમ લોકોને પડતી મુશ્કેલીનો અંત લાવવા નગરજનોએ પાલિકાને અપીલ કરી છે.
બીજી તરફ પાલિકા દ્વારા અમુક વિસ્તારો સારા રસ્તા અને અમુક એરિયાઓમાં ખરાબ ગુણવતાવાળા રસ્તા હોવાની ફરિયાદો પણ ઉભી થઇ છે. પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ પાલિકા દ્વારા નબળી ગુણવતાવાળા રોડ બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ થયા છે.

કલોલ સમાચાર