આ કેવી મોટાઈ ?
મોંઘી ગાડી હાથમાં આવે એટલે જાણે એરોપ્લેનના માલિક થઇ ગયા હોય તેવો લોકોને અહેસાસ થાય છે. આખો રોડ આપણો જ છે તેમ સમજી બેફામ ગાડી ચલાવનાર કોઈનો જીવ લઇ લેતા અચકાતા નથી. આપણા કલોલમાં જ હાઇવે પર એક ગાડી વાળાએ કાબુ ગુમાવી ગરીબના ઝુંપડામાં ગાડી ઘુસાડી દીધી. શું હવે આવા રેસિંગ ડ્રાયવરોને રોડ નાના પાડવા મંડ્યા છે તો ફૂટપાથ પર કે રોડ નીચે ગાડી ચલાવવી પડે છે ?
મોંઘી ગાડી,પૈસાનો પાવર માણસના મગજ પરનો કંટ્રોલ લઇ લે છે. આપણું કલોલ એટલું મોટું પણ નહિ કે એના રસ્તાઓ પહોળા અને બેફામ ગાડી ચલાવવા જેવા હોય. અકસ્માત કરીને ભાગી છૂટવાને બદલે ઘાયલોની મદદ કરી હશે તો કુદરતની નજરોમાં એ પાપ ધોવાશે પણ ભાગી જવું એ કેવી કાયરતા છે એ નથી સમજાઈ રહ્યું.
કલોલના રોડ પર દારૂ પીને ગાડીઓ ચાલવાય છે ? અકસ્માત કરનાર કારચાલાક પાસે લાઇસન્સ હતું ? પોલીસ કેસ થયો છે ? આ તમામ બાબતની તપાસ હજુ પણ ચાલુ છે. પરંતુ જે માણસ ઈજાગ્રસ્ત થયો છે તેનું કોણ ?? કદાચ વધુ વાગી જાય અને ઘરનો મોભ હોય તો તેની જવાબદારી કોણ લેશે ?
જેને થયું છે એને પૂછીએ તો આપણને હકીકત સમજાય. આ રીતે બેફામ ગાડીઓ અને બાઈકો હંકારતા ઘણા લોકો કલોલ શહેરના રસ્તાઓ પર જોવા મળી હશે. લાઇસન્સ વગર કેટલાય બાળકો એક્ટિવા લઈને નીકળી પડે છે ત્યારે માં બાપની જવાબદારી રહે છે કે છોકરાવને કેમ નિયંત્રિત રાખવા.