ગરીબો માટે બનાવી હોસ્પિટલ, અહી થાય છે ફ્રી માં સારવાર
પશ્ચિમ બંગાળનાં 24 પરગણાં જીલ્લામાં એક હોસ્પિટલ બની રહી છે જેની ચર્ચા સમગ્ર દેશમાં થઇ રહી છે. ખાસ વાત એ છે કે આ ઓફિસમાં ના તો કોઈ લેટેસ્ટ મશીન છે ના AC જેવી સુવિધા છતાં આ હોસ્પિટલ ગરીબોની સારવાર માટે એક મોટું સ્થળ છે. આ હોસ્પિટલ સાથે એક ભાઈનાં દર્દની વાર્તા છુપાયેલ પડી છે જે ગરીબીને કારણે પોતાની બહેનનો ઈલાજ ના કરાવી શક્યો અને તે મૃત્યુ પામી.
ટેક્સી ડ્રાઇવર સાદુલ લશકરે તેની બહેન મારુફાની અકાળે મૃત્યુ પછી ગરીબોના સારવાર માટે 2004 માં એક હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું. છાતીમાં ચેપને કારણે 17 વર્ષની ઉંમરે મારુફાનું અવસાન થયું. સાદુલ પાસે તે સમયે એટલાં પૈસા નહોતા કે તે દુર શહેરની હોસ્પીટલમાં સારવાર કરાવી શકે.
કોલકાતાથી આશરે 55 કિલોમીટર દૂર, બરુઈપુર નજીક પુંજી ગામના મારુફા મેમોરિયલ વેલ્ફેર ફાઉંડેશનના દર્દીઓના વેઈટિંગ હોલની દિવાલ પર ઊભેલ સાદુલે કહ્યું, “મને લાગ્યું કે ગરીબોને પોતાનું જીવન ગુમાવવું ના પડે તે માટે કંઇક કરવું જોઈએ. મારી ઇચ્છા છે કે કોઈ ભાઈને મારી જેમ તેની બહેન ગુમાવવી ના પડે.