ચાઈનીઝ દોરી વેંચતા વેપારીઓ પર તવાઈ બોલાવવા માંગ
કલોલમાં ગેરકાયદેસર વેચાતી ચાઈનીઝ દોરીના વેપારીઓ પર તવાઈ બોલાવવાની માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી છે. કલોલ મામલતદારને અપવામાં આવેલ આવેદનપત્રમાં આ અંગે કાર્યવાહી કરવા અપીલ કરાઈ છે. ઉતરાયણ પર્વમાં દાન અને પુણ્યનો અનેરો મહિમા છે અને પતંગ અને દોરી થી સર્વે ગુજરાતીઓ આનંદ માણતા હોઈ છે પરંતુ ચાઈનિઝ દોરી કે જે માનવીઓ અને અબોલ પશુ પક્ષીઓ ને ગંભીર રીતે ઘાયલ થાય તેવા અનેક કિસ્સાઓ ભૂતકાળ માં બન્યા છે.
ચાઇનીઝ દોરીની બનાવટમાં નાયલોન દોરી અને ઝીંક મેટલનો ઉપયોગ છે. -ચાઇનીઝ દોરી ખેંચવાથી રબ્બરની જેમ લાંબી થાય છે. પ્લાસ્ટિક/સિન્થેટિક, નાયલોનમાંથી બનતી દોરી લાંબા સમય સુધી નાશ પામતી નથી. પરિણામે ડ્રેનેજ જામ થાય છે. પશુઓ ખોરાક સાથે ચાઇનીઝ દોરી આરોગી જતાં આફરો કે ગભરામણના કારણે મૃત્યુ થઈ શકે છે.
વીજલાઇન કે સબસ્ટેશનમાં ચાઇનીઝ દોરી ભરાવાના કારણે શોર્ટસિર્કટ કે ફોલ્ટ થતાં વીજકંપનીને નુકશાન પહોંચે છે. ચાઇનીઝ દોરી ધારદાર ચપ્પુ કે છરાની જેમ વ્યક્તિનું ગળુ કે હાથની આંગળીઓ તેમજ પક્ષીઓની ડોક અને પાંખો કાપી નાખે છે.
આમ ચાઈનીઝ દોરી આટલી ઘાતક હોવા છતાં કલોલમાં તેનું વેચાણ થઇ રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. કલોલ પંથકમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેપારનો કાયદો માત્ર કાગળ ઉપર હોય તેમ કેટલાક વેપારીઓ તેનું વેચાણ કરી રહ્યાં છે. જેથી આ પ્રકારે ગેરકાયદે દોરીનું વેચારણ કરતા વેપારીઓ પર કાર્યવાહી કરવા કલોલના સામાજિક કાર્યકર નિલેશ આચાર્યએ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે. નોંધનીય છે કે નિલેશ આચાર્ય દ્વારા દરવર્ષે ચાઈનીઝ દોરી વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે. તેમ છતાં તંત્ર દેખાડા ખાતર કાર્યવાહી કરીને સંતોષ માની લે છે.
1 thought on “કલોલમાં ચાઈનીઝ દોરી વેંચતા વેપારીઓ પર તવાઈ બોલાવવા માંગ”