કલોલના સઇજમાં જુગારીઓ પર પોલીસની રેડ,એક ભાગી છૂટ્યો,કોરોના ભંગની કલમ લાગી 

કલોલના સઇજમાં જુગારીઓ પર પોલીસની રેડ,એક ભાગી છૂટ્યો,કોરોના ભંગની કલમ લાગી 

Share On

MD Auto World

કલોલના સઇજ માં જુગારીઓ પર પોલીસની રેડ

કલોલના સઈજ ખાતે પોલીસે દરોડો પાડીને ત્રણ ઈસમોને જાહેરમાં જુગાર રમતા પકડી પાડ્યા છે જયારે એક ઈસમ નાસી છૂટ્યો હતો. આ જુગારીઓ વિરુદ્ધ કોરોના ગાઈડ લાઈન ભંગની પણ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. પોલીસે આ વ્યક્તિઓને પકડીને 10,250 રૂપિયા જપ્ત કર્યા હતા તેમજ ભાગી છૂટેલ જુગારીને પડકવા માટે કવાયત હાથ ધરી છે.

કલોલમાં જુગારીઓ બેફામ ફાટ્યા છે. સઇજ ખાતે પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા તેઓ બસ સ્ટેન્ડ પાસે આવતા ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે સઇજ ગામ વેરાઈ માતાના મંદિરની બાજુમાં ખુલ્લામાં બેસાડી કુંડાળુ વળી જાહેરમાં કેટલાક ઇસમો પોતાના અંગત આર્થિક ફાયદા સારુ ગંજીપા નથી પૈસાની હાર-જીતનો તીનપતીનો જુગાર રમાડે છે અને હાલમાં આ પ્રવૃત્તિ ચાલુ છે.

આ હકીકતને આધારે પોલીસે નજીકમાંથી બે પંચોના માણસ બોલાવી હકીકતથી વાકેફ કરી પંચો સાથે ખાનગી વાહનોમાં બેસી ઘટનાસ્થળે ગયાં હતા ત્યાં બેઠેલ ઈસમોએ પોતાના હાથમાંથી ગંજીપાના ઉપર ફેંકી ભાગવા જતા એક ઈસમ ભાગી ગયેલ તેમજ ત્રણ ઈસમોને પકડી જે તે સ્થિતિમાં બેસી રહેવા સૂચના આપી તેઓની અંગજડતી તેમજ પૂછપરછ કરાઈ હતી.

આરોપીઓની વિગતો અનુસાર પટેલ વિજયભાઈ ગોવિંદભાઈની તપાસ કરતા તેમની પાસેથી 3000 રૂપિયા રોકડા મળી આવેલ રોહિતજી જશવંતજી ઠાકોર પાસેથી રૂપિયા 4000 મળી આવેલ સોનાજી જયંતીજી ઠાકોર પાસેથી ૩૦૦૦ મળી આવેલ તેમજ જે ઈસમ પોલીસને જોઈ ભાગી ગયેલ તેનું નામ પુછતાં તેનું નામ ભરત ઉર્ફે સલીમ કેશાજી ઠાકોર હોવાનું માલુમ પડ્યું હતું આ ઉપરાંત કુંડાળું વળી બેઠેલ ઇસમોની વચ્ચે દાવ પર પડેલ ચલણી નોટો ગણતા કુલ 250 રૂપિયાની થઈ હતી.

Khodiyar Parotha

જેથી ઉપરોક્ત પકડાયેલા તમામ ઈસમો પોતાના આર્થિક ફાયદા  માટે સઇજ ગામ વેરાઈ માતાના મંદિરની બાજુમાં ખુલ્લામાં બેસી જાહેરમાં પોતાના અંગત આર્થિક ફાયદા સારુ ગંજીપાનાથી પૈસા કે હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતા અંગજડતી લેતા દાવ ઉપરથી કુલ રોકડ 10,250 સાથે પકડાઈ ગયેલ હતા તેમજ ભરત ઉર્ફે સલીમ કેશાજી ઠાકોર ભાગી ગયેલ હોય અને હાલમાં કોરોના મહામારી ચાલતી હોય સરકારનાં જાહેરનામા મુજબ કોરોના ગાઈડ લાઈન અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવી હોય તમામ ઇસમો વિરુદ્ધ જુગારધારા કલમ  તથા એપિડેમિક એક્ટ કલમ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ મુજબ કાયદેસર ફરિયાદ નોંધવામાં આવી છે.

Jolly Car

કલોલ સમાચાર