કોંગ્રેસને મજબૂત કરવાના ભાગરૂપે કલોલમાં કારોબારી બેઠક યોજાઈ 

કોંગ્રેસને મજબૂત કરવાના ભાગરૂપે કલોલમાં કારોબારી બેઠક યોજાઈ 

Share On

Khodiyar Parotha

 કલોલમાં કારોબારી બેઠક યોજાઈ

ગુજરાતમાં એક વર્ષ બાદ હવે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેને કારણે કોંગ્રેસે પણ તડામાર તૈયારીઓ આદરી દીધી છે. કલોલમાં આજે કોંગ્રેસ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નવા કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા હતા.

કલોલમાં કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લા પ્રમુખ સુર્યસિંહ ડાભીના અધ્યક્ષ સ્થાને કલોલ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસને વધુ મજબૂત કરવા તેમજ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની નિષ્ફળતાઓ ઘર ઘર સુધી પહોંચાડવા સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓને હાકલ કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે હાલથી જ તૈયારીઓમાં લાગી જવા ધારાસભ્યે જણાવ્યું હતું.મહિલા કોંગ્રેસને મજબૂત કરવાના હેતુથી શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ પદે બીનાબેન રાવલની વરણી કરાઈ હતી.

MD Auto World

કોંગ્રેસ દ્વારા યોજાયેલ જનસંપર્ક અભિયાન બેઠકમાં નિરીક્ષક મહેન્દ્રસિંહ બારીયા,વંદનાબેન પટેલ, ધારાસભ્ય બળદેવજી ઠાકોર, કલોલ શહેર પ્રમુખ અશોકભાઈ પરમાર, તાલુકા પ્રમુખ રશ્મીજી ઠાકોર, કાર્યકારી પ્રમુખ જવાનજી ઠાકોર,તાલુકા પંચાયતના પ્રમુખ ધુળાજી ઠાકોર, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ બીનાબેન રાવલ,તાલુકા પંચાયતના સભ્યો,કાઉન્સિલરો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કલોલના અન્ય રસપ્રદ સમાચાર વાંચવા માટે અમારી એપ કલોલ સમાચાર નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો :  https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819     

કલોલ સમાચાર