
વધુ એક ખતરનાક વેરિએન્ટ ડેલ્ટાક્રોન સામે આવ્યો
કોરોનાએ માજા મૂકી છે. એક પછી એક વેરિએન્ટ બહાર આવતા અફરાતફરી ફેલાઈ ગઈ છે. હવે વધુ એક વેરિએન્ટ સામે આવતા મોટી મુસીબત ઉભી થઇ છે.હવે વિશ્વમાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનને કારણે આવનારી કોરોના સુનામી વચ્ચે વધુ એક નવી કોરોના સ્ટ્રેઈન દસ્તક આપી છે.
સાયપ્રસના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમના દેશમાં ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટ્સ ધરાવતા કોરોના વાયરસની નવી સ્ટ્રેન મળી આવી છે. ઓમિક્રોનના કારણે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વિશ્વમાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં કોરોનાને લઈને વિશ્વનું ટેન્શન વધી ગયું છે.

શું છે કોરોનાની નવી સ્ટ્રેન ડેલ્ટાક્રોન
કોરોના વાયરસની એક નવી સ્ટ્રેન મળી આવી છે, જેના વિશે સંશોધકોનો દાવો છે કે તેમાં ડેલ્ટા અને ઓમિક્રોન બંને પ્રકારના લક્ષણો છે. સાયપ્રસમાં કોરોનાની એક નવી સ્ટ્રેન મળી આવી છે, જેને સાયપ્રસ યુનિવર્સિટીના સંશોધકોએ ‘ડેલ્ટાક્રોન’ નામ આપ્યું છે.
કોરોનાની નવી સ્ટ્રેન કોણે શોધી?
સાયપ્રસ યુનિવર્સિટીમાં બાયોટેકનોલોજી અને મોલેક્યુલર વાઈરોલોજીની લેબોરેટરીના વડા અને જૈવિક વિજ્ઞાનના પ્રોફેસર લિયોન્ડિઓસ કોસ્ટ્રિકિસની આગેવાની હેઠળની ટીમ દ્વારા કોરોનાના નવા સ્ટ્રેન, ડેલ્ટાક્રોનની શોધ કરવામાં આવી છે.

નવા સ્ટ્રેન ડેલ્ટાક્રોન વિશે, પ્રોફેસર કોસ્ટ્રિકિસે કહ્યું, “તે ઓમિક્રોન અને ડેલ્ટાનું સહ-સંક્રમણ છે અને અમને જે સ્ટ્રેન મળ્યું છે તેમાં બંનેનું મિશ્રણ છે. આ શોધને ડેલ્ટાક્રોન નામ આપવામાં આવ્યું છે કારણ કે ડેલ્ટા જીનોમની અંદર ઓમીક્રોન જેવી આનુવંશિક વિશેષતાઓ મળી આવી છે.
ખાસ વાત એ છે કે જર્મનીમાં 2 સપ્તાહ દરમિયાન કોરોના અને ઓમિક્રોનના કેસ 91% જ્યારે ઈટાલીમાં 300% વધ્યા છે. હવે સમગ્ર યુરોપમાં સરકારો વેક્સિનેશન અને બૂસ્ટર ડોઝ ફરજિયાત કરવા જઈ રહી છે. યુરોપિયન યુનિયનમાં 69% લોકો સંપૂર્ણ વેક્સિનેટેડ છે. જો આપણે ઇટાલી અને જર્મની વિશે વાત કરીએ, તો ઇટાલીમાં 75% જ્યારે જર્મનીમાં 72% સંપૂર્ણ વેક્સિનેટેડ છે.

ચીનના તિયાનજિનમાં એક દિવસમાં ઓમિક્રોન અને કોરોનાના કુલ 40 કેસ નોંધાયા બાદ આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. તિયાનજિનથી બેઇજિંગ સુધીની બસ-ટ્રેન સેવાઓને સ્થગિત કરી દેવામાં આવી છે અને શહેરના લોકોને જરૂરી વીના બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે. બીજી તરફ ચીનના ઝિયાન અને યુઝોઉ શહેર પહેલેથી જ બે અઠવાડિયાથી લોકડાઉનનો સામનો કરી રહ્યું છે.
કલોલમાં 9 માસની બાળકીને કોરોના,એક દિવસમાં કુલ 25 કેસ નોંધાયા

