
ગાંધીનગર કલેકટર કલોલની મુલાકાતે
કલોલમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે ગાંધીનગર કલેકટરે કલોલની મુલાકાત લઈને કોરોના સ્થિતિની સમીક્ષા કરી હતી. કલેકટરે સ્થાનિક તંત્રને ટેસ્ટિંગ વધારવા સુચના આપી હતી. તેઓએ કલોલમાં હેલ્થ અને વેલનેસ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.
આ ઉપરાંત તેઓએ નગરપાલિકાને માસ્ક અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરાવવા કડક સૂચના આપી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત રસીકરણની કામગીરી કેટલી થવા પામી હતી. તેની પણ જાણકારી મેળવી હતી. તબિબના પ્રિક્સેપ્સન વિના મેડિકલ સ્ટોર્સમાંથી તાવ, શરદી અને ખાંસીની દવા લેતા વ્યક્તિઓની નોંધણી કરવામાં આવે છે કે નહી સહિતના મુદ્દે કલેક્ટરે ચર્ચા કરી હતી.અત્રે નોંધનીય છે કે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ કલોલમાં ટેસ્ટિંગ વધારવા આદેશ આપ્યા હતા.

કેસની વાત કરવામાં આવે તો ગાંધીનગર તાલુકામાં 21, કલોલમાં 13, માણસા તાલુકામાં 8 અને દહેગામ તાલુકામાં 5 પોઝિટિવ કેસ છે. વધારે સંક્રમણ અડાલજ અને જાસપુરમાં 10-10 કેસ, કોલવડા બીએસએફ અને આલમપુર બીએસએફમાં 3-3 અને વિદ્યાર્થીઓની સંખ્યા 8 ઉપર પહોંચી છે.
રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 8 મહિના બાદ પહેલીવાર રાજ્યમાં 7 હજારથી વધુ કેસ આવ્યા છે. 24 કલાકમાં રાજ્યમાં 7476 નવા કેસ નોંધાયા છે. ત્રીજી લહેરમાં પહેલીવાર સુરતમાં 2 હજારથી વધુ કેસ નોંધાયા છે. વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં 1-1 દર્દી મળી રાજ્યમાં 3 દર્દીના મોત થયા છે.

કલોલમાં 9 માસની બાળકીને કોરોના,એક દિવસમાં કુલ 25 કેસ નોંધાયા
કલોલ સ્ટેશન રોડ પર આવેલ દુકાનો હટશે કે રહેશે ?આવતીકાલે ચુકાદો




1 thought on “ગાંધીનગર કલેકટરે અચાનક કલોલ પહોંચી તંત્રને શું આદેશ આપ્યા ? ”