કલોલના પતંગ બજારમાં આગ,ફાયરફાઈટર ઘટના સ્થળે 

કલોલના પતંગ બજારમાં આગ,ફાયરફાઈટર ઘટના સ્થળે 

Share On

કલોલના પતંગ બજારમાં આગ,ફાયરફાઈટર ઘટના સ્થળે

કલોલમાં આવેલ પતંગ બજારમાં આગળ લગતા અફરાતફરી મચી ગઈ છે. કલોલમાં ગર્લ્સ હાઈસ્કૂલમાં પાસે આવેલ તળાવ આગળ પતંગ બજાર ભરાયું છે. અહીં આજે વહેલી સવારે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. પતંગના લીધે અથવા તાપણાંને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

 

પતંગ બજારમાં આગ લાગતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચીને આગળ ઓલવવાની કામગીરીમાં લાગ્યા છે. તેઓએ અહીં આવીને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી છે. આશરે 8:30 વાગ્યે આગ લાગી હોવાની વિગતો સામે આવી છે.

 

ગાંધીનગર કલેકટરે અચાનક કલોલ પહોંચી તંત્રને શું આદેશ આપ્યા ? 

 

 

કલોલ સમાચાર