કલોલમાં કોરોના વાયરસના રેકોર્ડ 31 કેસો નોંધાતા ફફડાટ

કલોલમાં કોરોના વાયરસના રેકોર્ડ 31 કેસો નોંધાતા ફફડાટ

Share On

કલોલમાં કોરોના વાયરસના રેકોર્ડ 31 કેસો

કલોલમાં કોરોના વાયરસ ના હાઈએસ્ટ 31 કેસો નોંધાયા છે. આ કેસોમાંથી 7 કેસ તો ફક્ત અદાણી શાંતિગ્રામના છે. બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં નવા 244 જેટલા કેસો નોંધાયા છે.કલોલ તાલુકાના જાસપુરમાં 7, બોરીસણામાં 2, નગરપાલિકા વિસ્તારમાં 10, છત્રાલમાં 1, નાંદોલીમાં 1, પલોડિયામાં 3, રકનપુરમાં 1, રાંચરડામાં 3, સાંતેજમાં 2, આરસોડિયામાં 1 કેસ નોંધાયો છે.

ગાંધીનગર જિલ્લામાં બુધવારે કુલ 244 કેસ નોંધાયા હતા, તેમાંથી 150 કેસ માત્ર ગાંધીનગરમાં જ્યારે 94 કેસ ચારેય તાલુકામાં નોંધાયા છે. બીજી લહેરમાં એપ્રિલ, 2021માં એક જ દિવસમાં કોરોનાના 200થી વધુ કેસ નોંધાતા હતા, તેમ હાલમાં દર ત્રીજા દિવસે કેસમાં ઉછાળો આવી રહ્યો છે.

બીજી તરફ સુરત સિટીમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગત રોજ સિટીમાં 2505 કેસ નોંધાયા હતા. સુરતમાં જે ઝડપે કોરોના કેસ વધે છે એને અંકુશમાં લાવવા માટે પાલિકાએ બીજી લહેરની જેમ વિસ્તાર માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. બીજી લહેર કરતાં 5 ગણી વધુ ઝડપે નવા કેસ નોંધાયા છે.

દેશમાં બુધવારનો દિવસ કોરોના વાઇરસના મુદ્દે ભયંકર દિવસ રહ્યો હતો. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 45 હજાર 525 નવા કેસ મળ્યા હતા, જે મંગળવારે મળી આવેલા 1.93 લાખ નવા કેસ કરતાં 52 હજાર વધુ હતા. એક મોટી વાત એ પણ છે કે દેશમાં કુલ મળીને એક્ટિવ કેસ, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 11 લાખને પાર થઈ ગઈ છે.

કલોલ સમાચાર ગુજરાત સમાચાર