પ્રિન્સિપાલે ઠપકો આપતા શિક્ષકે ઝેર પીધું
કલોલની વખારિયા શાળામાં ચકચારી બનાવ બની ગયો હતો. શાળાના આચાર્યે બહાર ગયેલ એક શિક્ષકને ઠપકો આપતા તેમને લાગી આવ્યું હતું જેને કારણે તેઓએ ઝેરી દવા પી લીધી હતી.જેને કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેને લઈને હવે શાળાના આચાર્ય વિરુદ્ધ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.
ઘટનાની વિગતો અનુસાર અમદાવાદ રહેતા અવધેશકુમાર બૃહદનારાયણ પાંડે કલોલની વખારીયા સ્કૂલમાં 20 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે.તેઓ બપોરે નજીકમાં આવેલ એક બેન્કમાં સ્ટેમેન્ટ કઢાવવા ગયા હતા.ત્યાંથી તેઓ પરત આવતા પટાવાળાએ તેમને કહ્યું હતું કે આચાર્ય તમને ઓફિસમાં બોલાવે છે. જેથી તેઓ તેમની ઓફિસે પહોંચ્યા હતા.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી કલોલ સમાચાર ઓનલાઇન એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
