કલોલના અંબિકા હાઇવે પર ગાય ખુલ્લી ગટરમાં ખાબકી
કલોલ હાઇવે પર ખુલ્લી ગટરમાં ગાય ખાબકી હતી. જેને પગલે જીવદયા પરિવારના કાર્યકરો દોડી આવ્યા હતા અને ગાયને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. આ હાઇવે પર વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ ગટર લાઈન ખુલ્લી હોવાથી જોખમ ઉભું થયું છે. ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ગટર પર ઢાંકણા લગાવવા માટે અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં નક્કર કામગીરી કરવામાં આવી નથી.
ખુલ્લી ગટરને કારણે અકસ્માત સર્જાવાની શક્યતા રહેલી છે. શનિવારે ખુલ્લી ગટરમાં ગાય પડી જતા તેને માંડ રેસ્ક્યુ કરવામાં આવી હતી. હાઇવે પર રહેલ તમામ ગટરને ઢાંકવામાં આવે તેવી પ્રજા માંગ કરી રહી છે. આજે કોઈ પશુ અંદર પડ્યું છે કાલે કોઈ માણસ પડશે તો એની જવાબદારી ટોલ ઓથોરિટી લેશે કે નહીં તેવી પણ લોકોમાં ચર્ચા ચાલી છે.
કલોલમાં મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસના બંધના એલાનને સમર્થન આપી દુકાનો બંધ રહી
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો