કલોલ જીઆઇડીસીમાં આવેલ કંપનીમાં મોડી રાત્રે આગ લાગી 

કલોલ જીઆઇડીસીમાં આવેલ કંપનીમાં મોડી રાત્રે આગ લાગી 

Share On

કલોલ જીઆઇડીસીમાં આવેલ કંપનીમાં મોડી રાત્રે આગ લાગી

કલોલ જીઆઇડીસીમાં આવેલ એક કંપનીમાં આગ લાગી હતી. ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.

તિરુપતિ ટ્યુબ પ્રાઇવેટ લિમિટેડ,પ્લોટ જી.આઇ.ડી.સી ખાતે આગ નો બનાવ બનેલ હતો. જેથી  કલોલ ફાયર સ્ટેશન પર ફોન આવતા સ્થળ પર જઈ ને આગ બુઝાવવાની કામગીરી કરી હતી.ફાયર ફાયટરે સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લીધો હતો.   આગના બનાવમાં કોઈ પણ પ્રકાર ની જાનહાનિ થઇ નહોતી.

ઘટનાને પગલે કલોલ ફાયરની 2 ગાડી, મીની ફાયર તેમ મોટું વોટર બ્રાઉઝર પહોંચી ગયું હતું. તે ઉપરાંત ઓ.એન.જી.સી, ઇફ્કો તેમજ ગાંધીનગર ફાયર બ્રિગેડ ની ગાડીઓ દોડી આવી હતી.

કલોલ સમાચાર