ટોલટેક્સ પાસે ટુ વિહિલરને પસાર થવા આપવામાં આવેલ સાંકળી જગ્યાને કારણે અકસ્માતોમાં ધરખમ વધારો જોવા મળ્યો છે……
અડાલજ ટોલટેક્સ પાસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અકસ્માત થવા પાછળનું મુખ્ય કારણ ટોલ ટેક્સ દ્વારા બાઈક તેમજ ટુ વિહીલરને પસાર થવા માટેની સાંકડી જગ્યા આપવામાં આવી હોવાનું જણાઇ રહ્યું છે. જેથી આ જગ્યામાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદ મહેસાણા હાઇવે પર અડાલજ પાસે ટોલટેક્સ આવેલ છે. આ ટોલટેક્સમાં ટુ વિહિલરને પસાર થવા માટે સાંકળી જગ્યા આપવામાં આવતા અકસ્માતની ઘટનાઓમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. ગત 17 તારીખના રોજ અંજલિ રાજપૂત નામની યુવતી એકટીવા લઈને આ ટોલટેક્સની સાંકળી જગ્યામાંથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન સાંકળી જગ્યા હોવાથી યુવતીએ એક્ટિવા પરથી કાબૂ ગુમાવ્યો હતો. અને ત્યાં આવેલ ખુલ્લી ગટરમાં યુવતી એકટીવા સાથે ખાબકી હતી.જેથી તેના શરીર પર ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં તેની હાલત સ્થિર હોવાની માહિતી મળી છે.
વારંવાર આ જગ્યા ઉપર અકસ્માતો થતા હોવા છતાં પણ ટોલ અધિકારીઓ દ્વારા ટુ વિહીલર ને પસાર થવા માટે મોટી જગ્યા ફાળવવામાં આવી રહી નથી. એક જ અઠવાડિયામાં બે જેટલા અકસ્માત થઈ ગયા હોવા છતાં પણ ટોલ સત્તાધીશો કુંભકરણની નિંદ્રામાં પોઢેલ જોવા મળી રહ્યા છે.
સાંકળી જગ્યા હોવાને લીધે ટુ વીહીલર ચાલકો ને પસાર થવામાં ભારે અગવડતાનો સામનો કરવો પડે છે. તેમ છતાં જગ્યા મોટી કરવામાં આવી રહી નથી. એક જ અઠવાડિયામાં અકસ્માતના બે બનાવો એ જ જગ્યા પર બની ગયા હોવા છતાં પણ કાર્યવાહીના નામે મીંડું જોવા મળી રહ્યું છે.
વધુમાં ટોલટેક્સ પાસે ખુલ્લી ગટરો હોવાને લીધે ત્યાંથી પસાર થતા વાહનચાલકો ભયના ઓથાર હેઠળ ત્યા થી પસાર થતા જોવા મળે છે. ઘણી વખત આ ખુલ્લી ગટર વાહન ચાલકો માટે જોખમી સાબિત થતી હોય છે. તેમ છતાં પણ ટોલના કર્મચારીઓ માત્ર તમાશો નિહાળતા હોય તેમ ખુલ્લી ગટર પર ઢાંકણા નાખીને બંધ કરાવતા નથી તેમજ ટુ વિહિલરને પસાર થવા માટે સાંકળી જગ્યાને વધારી રહ્યા નથી.
એક જ અઠવાડયામાં બે વખત અકસ્માત બન્યા હોવા છતાં પણ જગ્યા ને વધારવામાં આવી નથી. ટુ વિહિલર ને પસાર થવા માટે ટોલ ઓફિસ દ્વારા અપાયેલી સાંકળી જગ્યાને વધારવામાં આવે તેમજ ખુલ્લીગટરો ને બંધ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ થઈ રહી છે.