કલોલમાં એમ.યુ.એલ.એમ અને સ્વચ્છ ભારત મિશન શાખાનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો
કલોલ : સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ યોજવામાં આવે છે. જે અન્વયે સ્વચ્છતા અંગેના મૂલ્યાંકનમાં તમામ ક્રાઇટેરિયા પૂર્ણ કરતાં શહેરને રેન્ક આપવામાં આવે છે.
શહેરને વધુ સ્વચ્છ બનાવવા પ્રેરાય અને શહેરને નંબર આવે તે સારું સફાઈ કામદાર દર મહિને શ્રેષ્ઠ સફાઈ કામદારને દર મહિને એક સફાઈ કામદાર પસંદ કરી રૂ. 10,000 નો ચેક એવોર્ડ તરીકે અને પ્રમાણપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલ.
જેમાં એપ્રિલ થી જુલાઇ માસના શ્રેષ્ઠ સફાઈકામદારને તેઓની કામગીરીના ધોરણો નક્કી કરી ચાર સફાઈ કામદારને ધારા સભ્ય લક્ષ્મણજી ઠાકોરને હસ્તે ચેક અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ.
જગદીશ પ્રેમાભાઈને એપ્રિલ માસ, સંગીતબેન મૂળજીભાઈને મે માસ,રમેશભાઈ રેવાભાઈને જુન,કમુબેન ચીમનભાઇને જુલાઇ માસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
વધુમાં જે સોસાયટી, સ્કૂલ, હોટલ, ચાલી, કોમર્શિયલ શોપિંગ, સરકારી કચેરીઓ વગેરે સ્વચ્છતા અંગેના ધારાધોરણ જેવા કે સૂકા કચરા અને ભીનાં કચરા માટે અલગ અલગ ડસ્ટબીન રાખી તેમાં એકત્રિત થયેલ કચરો ડોર ટુ ડોર વ્હીકલમાં આપતાં હશે ,ઓન સાઇટ ભીના કચરામાંથી ખાતર બનાવતા હશે, સ્વચ્છતા જાળવતા હશે તેનું પણ શહેર લેવલે મૂલ્યાંકન કરી શ્રેષ્ઠતા અંગે ટ્રોફી પ્રમાણપત્ર આપવામાં આવશે.ચીફ ઓફિસર મનોજ સોલંકી અને પ્રમુખ શૈલેષ પટેલ ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન એફ.એસ.ઓ. વ એસ.બી. એમ. ઇન્ચાર્જ આર. આર.વાઘેલા દ્વારા કરવામાં આવેલ હતી.