કલોલ નજીક વાવોલ-છત્રાલ રોડ પર નવો રેલવે બનશે,કોને થશે ફાયદો ?
કલોલ-ગાંધીનગર રેલવે લાઈન પર ટિંટોડા આગળ નવીન રેલવે ઓવરબ્રિજ બનાવવાનું ખાતમુહૂર્ત કરાયું હતું. ગાંધીનગરને અમદાવાદ-મહેસાણા હાઇવે સાથે જોડતા આ રોડ પર મોટી સંખ્યામાં વાહનો અવર જવર કરતા હોય છે જેને કારણે બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. કલોલથી ગાંધીનગર તરફ જતી રેલવે લાઈન પર વેરીઝ બનશે તો મોટી સંખ્યામાં વાહનો ચાલકોને ફાયદો થશે.
વાવોલ-છત્રાલ રોડ ગણાતા માર્ગ પર દિવસ રાત મોટી સંખ્યામાં ડમ્પરો,ટ્રક સહીતના વાહનોની અવર જવર રહેતી હોય છે. કલોલથી ગાંધીનગર જવા માટેનો આ એકદમ ટૂંકો રસ્તો હોવાથી વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે. આ ઉપરાંત અમદાવાદ મહેસાણા હાઇવેથી માણસા,વિજાપુર,પેથાપુર,ગાંધીનગર,દહેગામ,હિંમતનગર તરફ જવા માટે પણ આ રસ્તાનો ઉપયોગ થાય છે. વ્યસ્ત માર્ગ હોવાથી ફાટક બંધ કરવાની સ્થિતિમાં અહીં ઘણો ટ્રાફિક થતો હોય છે. એક વખત બ્રિજ બની ગયા પછી ટ્રાફિકની સમસ્યાનું સોલ્યુશન આવી જશે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ
