કલોલ રેલવે પૂર્વની એક સોસાયટીમાં રહેતા હિરેન પરમારને ત્રણ વ્યક્તિઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ કરાઈ છે. યુવકે આખરે કંટાળીને ઝેર પીધું હોવાની વિગતો પણ સામે આવી છે. કલોલ તાલુકા પોલીસ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી ના કરી રહી હોવાથી ફરિયાદીએ ડીસીપીને પણ અરજી આપી છે.
કલોલમાં રહેતા એક યુવકે ઝેરી દવા પીધી છે. આ યુવકે અગાઉ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરેલ હોવાથી ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરવામાં આવું હતું. જેને કારણે ફરિયાદીએ મજુર હાઉસિંગ સોસાયટીમાં રહેતા પરમાર રોનક,પરમાર ભદ્રેશ અને પરમાર મનહરભાઈ તુલસીભાઈ વિરુદ્ધ અરજી આપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
27 તારીખે આરોપી નં.૩ નાઓ મજુર હાઉસીંગ સોસાયટી પાસે સાંજના પાંચ વાગે અમો અને અમારા મિત્ર દર્શિલ શાહ જતા હોઈ અમોને રોકી અને ઉપરોક્ત કેસ પરત ખેંચી લેવા ધમકી આપેલ અને જો સદર કેસ પરત નહી ખેંચો તો જાનથી મારી નાંખીશું. તેવી ગુનાહિત ધમકી આપેલ તેવું ફરિયાદીએ જણાવ્યું હતું.

2 thoughts on “કલોલના યુવાનને જાનથી મારી નાખવાની ધમકી અપાતા પોલીસ ફરિયાદ ”