પાનસરમાં બોર પરથી કેબલ વાયર ચોરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ
કલોલ તાલુકાના પાનસર ગામના એક બોર કુવા પરથી કેબલ વાયર ચોરાવાની ઘટના સામે આવી છે. આશરે 20 મીટર જેટલો કેબલ તસ્કરો ચોરી જતા કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી વિગત અનુસાર પાનસર ગામમાં બોરકૂવાની ઓરડી પર બાઈક પર બે યુવકો કેબલ ચોરી કરવા આવ્યા હાય. કેબલ ચોરી કરીને તેને બાઈક પર મુક્યો હતો. આ સમયે જ બોરકૂવાના માલિકનો દીકરો ત્યાં આવી ચડતા આ બે ઈસમો બાઈક લઈને ત્યાંથી ભાગ્યા હતા. જેથી માલિકે તેનો પીછો કર્યો હતો.જોકે અંધારાનો લાભ લઈને આ બે ચોર ભાગી છૂટ્યા હતા. આ બોરકૂવા પરથી આશરે પાંચ હજાર રૂપિયાની કિંમતનો 20 મીટર કેબલ ચોરાયો હતો જેને પગલે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ