કલોલ પૂર્વ વિસ્તારની 40,000ની વસ્તી ટેન્કર ભરોસે, કોલેરાની સ્થિતિ કાબુમાં 

કલોલ પૂર્વ વિસ્તારની 40,000ની વસ્તી ટેન્કર ભરોસે, કોલેરાની સ્થિતિ કાબુમાં 

Share On

કલોલ : કલોલમાં છેલ્લા બે દિવસના સર્વેલન્સ દરમિયાન વધુ 20 જેટલા ઝાડા ઉલ્ટીના કેસો સામે આવ્યા છે. જેમાંથી 9 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે જ્યારે 12 દર્દીઓને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી.કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ગાંધીનગર અને અમદાવાદના પ્રવાસે છે, ત્યારે મુખ્ય સચિવે જિલ્લા આરોગ્ય અધિકારીને આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આદેશ આપ્યો હતો. જેમાંથી પાણીની પાઇપલાઇનમાં મળી આવેલા 5 લીકેજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી સરખા કરાયા છે.

પાણીની મેનલાઈનની અંદર લીકેજ થવાથી ગટરનું પાણી અંદર ભળી ગયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાણીની પાઇપ પણ એ રીતે જ પહેલાથી નાખવામાં આવેલી હતી કે, જ્યાં ગટરનું દૂષિત પાણી ભળી શકવાની સંભાવના હતી. આ દુષિત પાણી લોકોના ઘરોમાં ન પહોંચે એટલા માટે છેલ્લા એક અઠવાડીયાથી વધુ સમયથી પાણીની સપ્લાય બંધ કરી દેવામાં આવી છે.

 

https://youtu.be/h9QOeKUDdyg

કલોલના વોર્ડ નંબર 4, 5 અને વોર્ડ નંબર 11માં ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે. જે માટે કલોલ ઉપરાંત કડી, માણસા, ગાંધીનગરથી પણ પાણી ટેન્કર દ્વારા આપવામાં આવી રહ્યું છે. રોજના 80થી 120 ટેન્કરો લોકોના ઘરમાં પહોંચાડવામાં આવી રહ્યા છે, એટલે કે અત્યાર સુધી અંદાજીત 5 લાખથી વધુ લીટર પાણી ટેન્કર થકી પહોંચાડવામાં આવ્યું છે.

કલોલના વકરેલા કોલેરા કેસ મામલે પૂર્વના બે કિલોમીટર વિસ્તારમાં પાણીપુરીની લારીઓ પર પણ પ્રતિબંધ મૂકાયો છે. ચા-પાણીના લારી ગલ્લાં, નાસ્તાની દુકાનો બંધ કરવા આદેશ અપાયા છે. સાથે જ નોન-વેજની લારીઓ, ગલ્લાઓમા પાણીનું વેચાણ પણ બંધ કરાવા આદેશ અપાયા છે.

ઉભરાતી ગટરો અને પીવાના પાણીમાં ભળતા ગટરના પાણીને પગલે કલોલ અને ધોળાકુવા રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર મનપામાં સમાવિષ્ટ ધોળાકુવા ખાતે પણ ગટર ઉભરાવવાની સમસ્યા સર્જાઈ છે.ઝુંડાલ ગામમાં જોગણીમાતા મંદિર પાસે ગટર ઉભરાવવાની સમસ્યા છે. ઉભરાતી ગટરોને પગલે અસહ્ય દુર્ઘંધ અને અવરજવરમાં પડતી મુશ્કેલીથી ગ્રામજનો પરેશાન થઈ ગયા છે.

કલોલ સમાચાર