કલોલમાં મામલતદાર સહીત કુલ 38 લોકો કોરોના પોઝિટિવ
કલોલમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન કોરોના કેસમાં વધારો થયો છે. શહેર અને તાલુકામાં મળીને કુલ 38 લોકો કોરોના પોઝિટિવ થયા હતા. કલોલમાં રહેતા એક મામલતદાર પર કોરોના સંક્રમિત થયા છે. કલોલ કોરોનાના કેસ વધતા લોકોને માસ્ક પહેરવાની અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે જેથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સહિત અન્ય તાલુકાઓમાં સારવાર માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે અંતર્ગત ગાંધીનગર મનપાની હદમાં આવેલી સરકારી અને ખાનગી હોસ્પિટલની વ્યવસ્થા પર નજર કરવામાં આવે તો ગાંધીનગર મનપા વિસ્તારમાં કોવિડની કુલ 21 હોસ્પિટલ છે. જેમાં 2200 બેડ છે. જેમાં 500 ઓક્સિજનની વ્યવસ્થા સાથેના અને 500 વેન્ટિલેટર બેડ છે. આ ઉપરાંત 2 એમ્બ્યુલન્સ તૈયાર રખાઇ છે.
વધુમાં ગાંધીનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં 500 જેટલા બેડ છે. જેની અંદર કુલ 250 નોન ઓક્સિઝન બેડ છે, જ્યારે 100 જેટલા ઓક્સિજન બેડ અને 150 વેન્ટિલેટર બેડ છે. આ સિવાય 25 બાયપેપ, ઉપરાંત 400 ન્યુ એન્ટી વાયરલ ડ્રગ્સ સહિત 9 એમ્બ્યુલન્સ, 2 શબવાહિની, 3 આઈસીયુ ઓન વ્હીલ, 216 ઓક્સિજન કોન્સનટ્રેટર જેમાં 5 લિટરના 137, જ્યારે 10 લિટરના 179 કોન્સનટ્રેટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.
વિશ્વભરમાં 24 કલાકમાં 24 લાખથી વધુ કેસ
વિશ્વમાં કુલ કેસ હવે 32.68 કરોડને પાર
અમેરિકામાં 24 કલાકમાં 4 લાખથી વધુ કેસ
અમેરિકામાં સપ્તાહમાં જ અડધો કરોડ કેસ
ફ્રાન્સમાં 24 કલાકમાં સવા ત્રણ લાખ નવા કેસ
ફ્રાન્સમાં સપ્તાહમાં જ 21 લાખ નવા કેસ
ઇટાલીમાં 24 કલાકમાં 1.80 લાખ નવા કેસ
ઇટાલીમાં સપ્તાહમાં જ 12.25 લાખ કેસ
સ્પેનમાં સપ્તાહમાં જ 8.30 લાખ નવા કેસ
ઓસ્ટ્રેલિયામાં 24 કલાકમાં લાખથી વધુ નવા કેસ
ઓસ્ટ્રેલિયામાં સપ્તાહમાં જ 7.62 લાખ કેસ
પોલીસે કલોલમાં જાદુગરની હત્યામાં સંડોવાયેલ ચાર આરોપી ઝડપ્યા
કલોલ પૂર્વમાં ભારત જાદુગર નામના યુવકની હત્યા થતા ચકચાર