કલોલમાં તસ્કરરાજ યથાવત : બંધ દુકાન-ઘરોમાં ચોરી થતા લોકોમાં ફફડાટ
કલોલમાં ચોરી ના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, તસ્કરોને જાણે પોલીસનો ડર જ ન રહ્યો હોય તે રીતે તેઓ ગુનો કરતાં પણ અચકાતા નથી. ગઈકાલે મધ્યરાત્રિના સમયગાળા દરમિયાન ત્રણ જેટલા તસ્કરો વર્કશોપના પાછળના ભાગમાં અજય એવન્યુ ફ્લેટ માં આવેલી શિવ ડેરી પાર્લર નામની દુકાનમાં ચોરી કરવાના ઇરાદે પ્રવેશ્યા હતા.
વર્કશોપની પાછળના ભાગમાં અજય એવન્યુ ફ્લેટ માં શિવ ડેરી પાર્લર નામની હિતેશભાઈ પંચાલ ની દુકાન આવેલી છે. મધ્યરાત્રિના સમયગાળા દરમિયાન ત્રણ જેટલા ઈસમો દુકાનનું શટર તોડી ને દુકાનમાં પ્રવેશ કરી રહેલા સીસીટીવીમાં જોવા મળ્યા હતા.
કલોલ નગરપાલિકાએ PM મોદીનું સ્વચ્છ ભારત નું સુત્ર જ ઉઠાવીને કચરામાં નાંખી દીધું
ચોરી કરવાના ઇરાદે આવેલા તસ્કરો મોટરસાયકલ લઈને આવ્યા હતા, સીસીટીવીમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે ત્રણ ઈસમો માનો એક ઈસમ બહારના ભાગમાં રહીને કોઈ જોઈ ન જાય તેનું ધ્યાન રાખી રહ્યો હતો, જ્યારે અન્ય બે તસ્કર દુકાનમાં રહેલી રોકડ કિંમતની ચોરી કરી રહ્યા હતા. જોકે દુકાનમાં માત્ર પરચુરણ રકમ હોવાને કારણે અને વોચમેનની સમયસૂચકતાને કારણે ત્રણે તસ્કરો ઉંધી પૂંછડીએ ભાગ્યા હતા. વોચમેનની સમયસૂચકતાથી ચોરીનો બનાવ નિષ્ફળ બન્યો હતો.
બીજી તરફ કલોલ ઓમકાર રો હાઉસ રેલવે પૂર્વમાં રામચંદ્ર પ્રજાપતિના ઘરમાંથી ગઠિયાઓ રૂપિયા 49000ની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. રેલવે પૂર્વની એક ચાલીમાં રહેતા જયંતીજી ચંદુજી ઠાકોર પત્ની અને ભત્રીજા સાથે સૌરાષ્ટ્ર ફરવા ગયા હતા. તેમના ઘરનું તાળું તોડી ચોરો રૂપિયા 2,82,000 કિંમતના દાગીના અને રોકડ રૂપિયા 1,82,000 એમ કુલ મળીને રૂ. 4,64,000 ચોરી કરી ભાગી ગયા હતા. પોલીસે તમામ ફરિયાદો લઈને તપાસ આગળ ચલાવી છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

