કલોલ પૂર્વની દેવીકૃપા સોસાયટીમાં ઘરની છત ટુટી પડતા મહિલા ઇજાગ્રસ્ત
કલોલમાં બે દિવસથી પડેલા વરસાદના કારણે પૂર્વમાં આવેલ દેવીકૃપા સોસાયટીમાં એક ઘરની છત અચાનક ધડાકા ભેર ટૂટી પડી હતી.જેમાં ત્રણ મહિલાઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. મકાનની છતનો પોપડો તૂટી પડતા આસપાસમાં ભયનો માહોલ પ્રસર્યો હતો.
આ ઘટનાની જાણ સામાજિક કાર્યકર નિલેશભાઈ આચાર્ય ને થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને ઘાયલ મહિલાઓને દવાખાને પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.