કલોલ હાઇવે પર બાઈક અને કાર વચ્ચે જોરદાર અકસ્માત, ગાડીનો કુરદો બોલી ગયો

કલોલ હાઇવે પર બાઈક અને કાર વચ્ચે જોરદાર અકસ્માત, ગાડીનો કુરદો બોલી ગયો

Share On

કલોલ હાઇવે પર બાઈક અને કાર વચ્ચે જોરદાર અકસ્માત, ગાડીનો કુરદો બોલી ગયો

કલોલમાં અંબિકા હાઇવે પર જોરદાર અકસ્માત થયો હતો. ગાડીએ કાબુ ગુમાવી સર્વિસ રોડ પર રહેલ બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જેને કારણે બાઈક ચાલકનું મૃત્યુ થયું હતું તો ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી. મરણ જનાર પલ્સર બાઈક લઈને સઈઝ તરફ જઈ રહ્યા હતા.  તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી કારચાલકે કાર પરથી કાબુ ગુમાવતા મેઇન રોડ પરથી ફંગોળાઈને સર્વિસ રોડ તરફ પડી જતા બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જેમાં બાઇક ચાલક ના શરીર પર ગંભીર ઈજાઓ થવા પામી હતી.
 ઘટના સ્થળે જ બાઈકચાલકનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. મૃતક બાઈકચાલકનું નામ ભીખાભાઈ હરગોવનદાસ પટેલ (ઊ.વ. 45)હોવાનું જાણવા મળી રહ્યું છે.  ત્યારે પૂરપાટ ઝડપે કાર હંકારનાર કારચાલક મૂળ નારોલ,અમદાવાદનો રહેવાસી છે જેનું નામ હનુમાન રામ હોવાનું જાણવા મળેલ છે. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં કારચાલકની પત્ની પણ ઈજાગ્રસ્ત થઈ હતી. જેને વધુ સારવાર માટે સિમ્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. ઇજાગ્રસ્ત થયેલા કારચાલક ની પત્ની નું નામ પિસ્તા કંવર હનુમાન રામ  હોવાની જાણકારી  મળવા પામેલ છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર