
સિંદબાદ ઓવરબ્રિજ પર ડમ્પરે કારને અડફેટે લીધી
કલોલ હાઇવે પર અકસ્માતો દિવસે ને દિવસે વધી રહ્યા છે. તેમજ કલોલ હાઇવે ઉપર જી આર આઈ સી એલ કંપનીની બેદરકારીને કારણે તેમજ રેલિંગ નાખવામાં ન આવતી હોવાને કારણે પશુઓ પણ અકસ્માત નો શિકાર બની જતા હોય છે. 31 ઓક્ટોબર ના રોજ સિંદબાદ હાઇવે ઓવરબ્રિજ પર કારને પાછળથી ડમ્પરે ટક્કર મારી હતી.
વિસ્તૃત માહિતી મુજબ રમેશકુમાર ચૌધરી તેમના પરિવાર સાથે અંબાજી દર્શન કર્યા બાદ સિંદબાદ હાઇવે થી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન એકા-એક ડમ્પર ચાલક દ્વારા બેદરકારી પૂર્વક વાહન હંકારીને કારને પાછળથી ધડાકા ભેર ટક્કર મારવામાં આવી હતી. જેના કારણે કારને મોટું નુકસાન પહોંચ્યું હતું. નુકસાનની ભરપાઈ કરવા માટે ડમ્પર ચાલક પાસે નાણા માગતા તેના દ્વારા પૈસા આપવાની ઘસીને ના પાડી દેવામાં આવી હતી. જેથી કારચાલક મહેશભાઈ ચૌધરી દ્વારા ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ કરવામાં આવી છે.
