કલોલ હાઇવે પર ડમ્પર નો અકસ્માત
કલોલ હાઇવે પર ગઈકાલે થયેલ અકસ્માતમાં પોલીસ વાન અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. વહેલી સવારે આ અકસ્માત થયો હતો. જેમાં ટ્રકે પોલીસ વાનને ટક્કર મારી હતી.
કલોલ હાઇવે પર ગુરુકૂળ નજીક ડમ્પર નો અકસ્માત થયો હતો. આજે સવારે ડમ્પર સાથે અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.જોકે આ અકસ્માતમાં કોઈનો જીવ ગયો હોય તેવી માહિતી સામે આવી નથી. આ ઉપરાંત કોઈને ઇજા પણ થઇ નથી.
કલોલના જાહેર શૌચાલય બિસ્માર બન્યા, કોઈના કામમાં નથી આવતા
કલોલ હાઇવે પર ડમ્પર સાથે બે ત્રણ ગાડી અથડાઈ હોવાની વિગતો સામે આવી હતી. આજે સવારે ડમ્પર સાથે થયેલ અકસ્માતમાં વાહનોને નુકશાન થયું હતું. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. ક્રેન બોલાવી વાહન દૂર ખસેડીને ટ્રાફિક ખુલ્લો કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. અકસ્માતમાં જાનહાનીના કોઈ સમાચાર નથી.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો