Share On

કલોલ હાઇવે પર અકસ્માત થતા પોલીસે તેમની ગાડીમાં હોસ્પિટલ પહોંચાડ્યા

કલોલ હાઈવે પર અકસ્માત થતા પોલીસ વહારે આવી હતી. આજે બપોરે રવિવારે કલોલના સઇજ હાઇવે પર બે છોકરાઓ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે વળાંકમાં બાઈક સ્લીપ ખાઈ જતા તેઓ પછડાયા હતા.બંને સગીરોને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની જરૂર પડી હતી.

જુઓ અકસ્માતનો વિડીયો અહીં ક્લિક કરી

આ દરમિયાન લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. હાઇવે પર થી પસાર થઈ રહેલ પોલીસની ગાડીમાં રહેલા પોલીસ જવાનોએ આ દ્રશ્ય જોતા તેમણે તરત જ ગાડીને રોકી દીધી હતી અને ઘાયલ સગીરોને પોતાની ગાડીમાં હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. પોલીસના માનવતા ભર્યા કાર્યથી લોકોએ તેમનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે કલોલ પાસે આવેલ સઇજ રેલવે ઓવરબ્રિજ ઘણો જોખમી બની ગયો છે.અહીં અવાર નવાર અકસ્માત પણ થતા હોય છે.

કલોલ સમાચાર