ગુજરાતના ખેડૂતો માટે કોંગ્રેસે કરેલ આ જાહેરાતો ગેમ ચેન્જર સાબિત થઇ શકે, જાણો કેમ
2022માં કોંગ્રેસની સરકાર કાર્યક્ષમ સિંચાઈ નેટવર્ક, તળાવો અને જલાશયોની બમણી જળ સંગ્રહિત ક્ષમતા અને સિંચાઈ દરમાં ખેડૂતોને 50 ટકા રાહત આપશે,ખેત-પશુપાલનના માર્ગદર્શન માટે કૃષિ સહાયતા કેન્દ્રની સ્થાપના, દરેક તાલુકામાં એગ્રો બેઇઝડ નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવશેખેડૂતોને સાથે રાખીને નવેસરથી વૈજ્ઞાનિક પદ્ધતિથી જમીન માપણી કરી દરેક ગામમાં આધારભૂત નકશાઓ ઉપલબ્ધ કરાવશે.ખેડૂતોના રૂ.3 લાખ સુધીના દેવા માફ કરવામાં આવશે.
લઠ્ઠો એટલે શું ? દારૂમાં શું ભેળવાય તો લઠ્ઠો બને, જાણો તેની આડઅસરો
આ ઉપરાંત સહકારી સંસ્થાઓમાં મહિલાઓની 33% ભાગીદારીની કાયદાકીય જોગવાઈ સુનિશ્ચિત કરશે. ટેકાના ભાવથી ઓછા ભાવની ખરીદી પર પ્રતિબંધ મુકતો કાયદો લાવશે અને ટેકાના ભાવ પર મણ દીઠ 20 રૂપિયાનું બોનસ આપશે.ખેડૂતોને વીજળીના મીટરો નાબૂદ કરીને દિવસના ભાગે ૧૦ કલાક ફ્રી વિજળી તેમજ ”સોલાર-વીન્ડ મીની ફાર્મીંગ” માટે માતબર સહાય કરાશે.
જમીન માપણીમાં રૂ.૫૦૦ કરોડનો ભષ્ટ્રાચાર કરીને કરેલ વિવાદાસ્પદ જમીન માપણી રદ કરી, ખેડૂતોને અને તમામને સાથે રાખીને નવેસરથી વૈજ્ઞાનિક પધ્ધતિથી જમીન માપણી કરાવીને ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય તે માટે હદ નિશાનના પથ્થરો પણ લગાવીને આધારભૂત નકશાઓ દરેક ગામમાં ઉપલબ્ધ કરાવાશે.
A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો