કલોલના અંબિકા બસ સ્ટેન્ડ પર વારંવાર થતા અકસ્માતથી ડરનો માહોલ 

કલોલના અંબિકા બસ સ્ટેન્ડ પર વારંવાર થતા અકસ્માતથી ડરનો માહોલ 

Share On

કલોલના અંબિકા બસ સ્ટેન્ડ પર વારંવાર થતા અકસ્માતથી ડરનો માહોલ

કલોલ શહેરના મધ્યમાંથી પસાર થતા અમદાવાદ મહેસાણા ટોલ રોડ પર અનેક વખત ગમખ્વાર અકસ્માતો સર્જાતા હોવા છતાં સરકારી તંત્ર આંખ મીંચીને બેસી છે. આ અકસ્માતોમાં વરસે દહાડે સેકડો લોકોનો જીવ જતો હોય છે તેમ છતાં હાઇવે પર કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી.સરકાર દર વર્ષે બજેટ રજૂ કરે છે ત્યારે બે વખત અમદાવાદ મહેસાણા ટોલ રોડને સિક્સલેન બનાવવાની જાહેરાતો કરતી હોય છે પરંતુ તેના માટે કોઈપણ જાતની કામગીરી હાથ ધરતી નથી જેથી વારંવાર અકસ્માતોમાં નાગરિકોના મૃત્યુ થઈ રહ્યા છે.

કલોલમાં બુધવારની રાત્રે અંબિકા હાઇવે પરથી પસાર થઈ રહેલ ટ્રક અંબિકા એસટી પીકપ સ્ટેન્ડને અથડાઈ  હતી જેને પગલે બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું.સદનસીબે રાત્રી દરમિયાન અકસ્માત થયો હોવાથી કોઈ જાતની થઈ નથી. આ અકસ્માતની ઘટના પરથી તંત્ર દ્વારા કોઈ ધડો લેવામાં નહી આવતા અવારનવાર અકસ્માત થતા રહે છે.

અંબિકા બસ સ્ટેન્ડ ખાતે ખાનગી વાહન ચાલકોએ ત્રાસ વર્તાવી દીધો છે. ઇકો,કાર,લક્ઝરી બસો તેમજ રીક્ષા ચાલકો મુસાફરો લેવા-ઉતારવા અંબિકા બસ સ્ટેન્ડ આગળ હાઈવે વચ્ચે જ પોતાના વાહનો ઉભા કરી દે છે. જેને કારણે પાછળથી આવતા વાહનોને ઈમરજન્સી બ્રેક મારવાની નોબત આવે છે. આ ઉપરાંત હાઈવે પર જ રખડતા ઢોરો બેસી જતા હોય છે. અહી બેસતા ગાયો અને આખલાઓ ઘણી વખત વાહનોની હડફેટે પણ આવી જતા હોય છે.

કલોલ સમાચાર