આવતીકાલે અમિત શાહ કલોલ આવશે, જાણો તેમનો શું છે કાર્યક્રમ ?
આવતીકાલે રથયાત્રાના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કલોલ પધારી રહ્યા છે. અહીં તેઓ વિવિધ કામોનું લોકાર્પણ કરશે. અમિત શાહ કલોલ નજીક આવેલ સઈજમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અમિત શાહ 1 જુલાઇએ કલોલમાં આવેલ વિશ્વ મંગળ ગુરુકુળના કાર્યક્રમમાં હાજરી આપશે. 350 કરોડના ખર્ચે આકાર પામનારી પ્રેમ સ્વરૂપ સ્વામી સુપર મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલનું તેઓ ખાત મુહુર્ત કરશે. આ ઉપરાંત સ્વામિનારાયણ યુનિવર્સીટીના લોકાર્પણમાં પણ ભાગ લેશે.
આ ઉપરાંત 1 જુલાઇએ સવારે 4 વાગે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે. સવારે 9 વાગે કલોલમાં સ્વામિનારાયણ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ત્યારબાદ રૂપાલ ગામમાં કેન્દ્રિય ગૃહમંત્રીની રજત તુલા થશે. અને ત્યાંજ અમિત શાહ જનસભાને સંબોધન કરશે. પછી વાસણ ગામમાં શાહ તળાવનું ભૂમિપૂજન કરશે અને સાંજે અમદાવાદના મોડાસર ગામમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાત મુર્હત કરશે.
કલોલમાં અમિત શાહ ક્યાંથી એન્ટ્રી લેશે,આ સ્થળોએ થશે સ્વાગત,જાણો સમગ્ર રૂટ
કલોલમાં વિધાનસભાની ચૂંટણીમાં કોણ કોને ભારે પડશે ? વાંચો રસપ્રદ વિશ્લેષણ
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો