મૃતક પરિવારને લઈને ડીંગુચામાં શોકનું વાતાવરણ છે. પટેલ પરિવારના ચાર સભ્યોને કેનેડામાં મૃત્યુ થતાં સમગ્ર ગામ શોકમાં ગરકાવ થયું છે. મૃતકોના શોકમાં ડીંગુચા ગામમાં શનિવારે એક દિવસનું બંધ પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
કેનેડામાં મૃત્યુ પામેલ પરિવાર કલોલનો જ હોવાની પૃષ્ટિ થઇ ગઈ છે, હવે તેને કલોલ લવાશે કે નહીં તે અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે. પરિવારના એક સભ્યના જણાવ્યા અનુસાર એ બાદ અમારી અનેક લોકો સાથે ચર્ચા થઈ હતી અને અંતે અમે મૃતદેહ ભારત નહીં લાવવાનો નિર્ણય કર્યો છે. મૃતદેહના અંતિમસંસ્કાર કેનેડામાં જ કરવામાં આવશે.
પરિવાર ડીંગુચાનો જ હોવાની કોણે કરી જાહેરાત ?
યુએસ-કેનેડા બોર્ડર પાસે મૃત હાલતમાં મળી આવેલા ચાર ભારતીય નાગરિકોના પરિવારની ઓળખ કરવામાં આવી છે. કેનેડિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિવાર છેલ્લા કેટલાક સમયથી દેશમાં હતો અને તેને વાહનમાં બોર્ડર પર લઈ જવામાં આવ્યો હતો. તે માનવ તસ્કરીનો કેસ હોવાનું જણાય છે.
મેનિટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ જગદીશ બલદેવભાઈ પટેલ (39), વૈશાલીબેન જગદીશકુમાર પટેલ (37), વિહંગી જગદીશકુમાર પટેલ (11) અને ધાર્મિક જગદીશકુમાર પટેલ (3) તરીકે થઈ છે. તેઓ બધા એક જ પરિવારના સભ્યો હતા, જેઓ કેનેડા-યુએસ બોર્ડરથી લગભગ 12 મીટર દૂર ઇમર્સન, મેનિટોબા નજીક 19 જાન્યુઆરીએ મૃત હાલતમાં મળી આવ્યા હતા.તેઓ કલોલના ડીંગૂચાના વતની છે.
કેનેડિયન સત્તાવાળાઓએ મૃતકોની ઓળખની પુષ્ટિ કરી અને 26 જાન્યુઆરીએ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયું હતું.રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) એ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મેનિટોબાના મુખ્ય તબીબી પરીક્ષકના કાર્યાલયે પુષ્ટિ કરી હતી કે મૃત્યુ શરદીને કારણે થયું હતું.ઓટ્ટાવા, કેનેડામાં ભારતના હાઈ કમિશને એક અખબારી યાદીમાં મૃતકોની ઓળખની પુષ્ટિ કરી અને કહ્યું કે તેમના પરિવારોને આ ઘટનાની જાણ કરવામાં આવી છે.
ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ મૃતકના પરિવારના સંપર્કમાં છે અને તમામ વ્યાવસાયિક સ્તરની સહાય પૂરી પાડવામાં આવી રહી છે. “હાઈ કમિશન પીડિતોના પરિવારો અને મિત્રો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે,”તેવું એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે.
ડીંગુચાના પરિવાર વિશે આવી નવી અપડેટ : પોલીસ કેમ ડીંગુચા પહોંચી?