કલોલમાં અસામાજિક તત્વો બેફામ : કારચાલકને માર મારતા પોલીસ ફરિયાદ  

કલોલમાં અસામાજિક તત્વો બેફામ : કારચાલકને માર મારતા પોલીસ ફરિયાદ  

Share On

કલોલમાં અસામાજિક તત્વો બેફામ : કારચાલકને માર મારતા પોલીસ ફરિયાદ

કલોલમાં રોડ વચ્ચે મારામારી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બોરીસણા ચોકડી પાસે કાર ચાલકને ઓવરટેક કરી બાઈક ચાલક નીકળતા તેને શાંતિથી ચલાવવાનું કહેતા બબાલ થઇ હતી.

કલોલના જામનગર પુરાના રોહિતભાઈ કનુભાઈ પટેલ સાંજેના સુમારે કારમાં તેમના પિતા તેમજ તેમની પત્ની કોમલબેનને લઈને મામાના દીકરાને ત્યાં રામનગર જવા નીકળ્યા હતા. તે સમય દરમિયાન તેની ગાડીની આગળ બાઈક ચાલક આવી જતા કાર ચાલકે બાઈક ચાલકને કહ્યું કે, શાંતિથી બાઇક ચલાવો જેથી બાઇક ચાલક ઉશ્કેરાઈને કારચાલકને અપશબ્દો બોલ્યા હતા.

કલોલના આ ગામોમાંથી 300 ફૂટ રીંગ રોડ પસાર થતા જમીનમાલિકો અબજોપતિ બની જશે,વાંચો અંદર

આ  સમયે અન્ય બે માણસો આવીને કારચાલકને તેમજ તેના પિતાને ગડદાપાટુનો માર મારીને માથાના ભાગે ઇજાઓ કરી હતી. આ સમગ્ર ઘટના આસપાસના સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કલોલ સમાચાર