કલોલ પૂર્વમાં રઘુવીર ચોકડી પાસે માર્કિંગ કરાતા તર્ક -વિતર્ક, દબાણ કે અન્ય કોઈ બાબત ?
કલોલ પૂર્વમાં દબાણના અનેક પ્રશ્ન ઉઠ્યા છે. જેને લઈને કલોલ સમાચારમાં અહેવાલ પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ અંગે જાગૃત નાગરિકોએ અનેક વખત નગરપાલિકા અને ઔડામાં દબાણ દૂર કરવા અરજી કરી હતી. પૂર્વમાં માર્ગો સાંકડા પડતા દબાણો દૂર કરી તેને પહોળા કરવામાં આવે તેવી જરૂરિયાત ઉભી થતી હતી.

આ મામલે હવે કલોલ પૂર્વમાં આવેલ રઘુવીર ચોકડી આસપાસ માર્કિંગ કરવામાં આવ્યું છે, સંબંધિત તંત્ર દ્વારા દુકાનો અને મકાનો આગળ લાલ અને પીળા કલરથી માર્કિંગ કરવામાં આવતા દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. માર્કિંગને પગલે અનેક જાતના તર્ક વિતર્ક પણ થઇ રહ્યા છે.