કલોલ તાલુકા પંચાયતનાં સહયોગથી અરવિંદ ફાઉન્ડેશને 1,79,300 વૃક્ષો ઉછેર્યા

કલોલ તાલુકા પંચાયતનાં સહયોગથી અરવિંદ ફાઉન્ડેશને 1,79,300 વૃક્ષો ઉછેર્યા

Share On

કલોલ તાલુકા પંચાયતનાં સહયોગથી અરવિંદ ફાઉન્ડેશને 1,79,300 વૃક્ષો ઉછેર્યા

BY પ્રશાંત લેઉવા

કલોલ : કલોલ તાલુકા પંચાયતના સહયોગથી અરવિંદ ફાઉન્ડેશન દ્વારા કલોલ તાલુકાના 11 ગામોમાં છેલ્લા બે વર્ષ માં 1,79,300 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ તમામ વૃક્ષોનું 3 વર્ષ સુધી અરવિંદ ફાઉન્ડેશન દ્રારા ઉછેર કરી જાળવણી કરવામાં આવશે.

અરવિંદ ફાઉન્ડેશને કલોલ તાલુકા વિકાસ અધિકારી કલ્પેશ ચાવડાના સંકલનમાં રહીને વૃક્ષો ઉછેરવાની કામગીરી હાથ ધરી હતી. કલોલ તાલુકા પંચાયત દ્વારા વાંસજડા, ડિગુંચા,ખોરજ ડાભી,જેઠલજ,જાસપુર,અઢાણાં,છત્રાલ સહીતનાં ગામોમાં અરવિંદ ફાઉન્ડેશનને જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ફાઉન્ડેશન દ્વારા વૃક્ષો વાવીને તેને ઉછેરવામાં આવ્યા હતા. અત્યાર સુધી 238 એકર જમીન પર 1,79,300 જેટલા વૃક્ષો વાવીને જાળવણી કરવામાં આવી રહી છે.

કલોલ સમાચાર