અશોકભાઈ પરમારની વરણી
કલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે અશોકભાઈ પરમારની વરણી કરવામાં આવી છે. કલોલ શહેરની જનતામાં લોકપ્રિય નેતા એવા અશોકભાઈની નિમણુંક પ્રમુખ તરીકે થતા કાર્યકરોમાં પણ ખુશીની લાગણી છવાઈ ગઈ છે. આ ઉપરાંત તાલુકા પ્રમુખ તરીકે રાઘુભાઈ દેસાઈની વરણી થઇ છે.
કલોલની જનતાના પ્રાણપ્રશ્નોના ઉકેલ માટે સતત દોડતા અશોકભાઈની વરણીને તમામ લોકોએ વધાવી છે. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિમણુંક કરવામાં આવી છે જેનો ફાયદો કોંગ્રેસ પક્ષને થઇ શકે છે. રેલવે પૂર્વ વિસ્તારમાં કાઉન્સિલર તરીકે તેમણે અનેક જનસુખાકારીના કાર્યો કર્યા છે. કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકરોને ફૂલગુચ્છ આપીને અશોકભાઈ પરમારને શુભેચ્છાઓ પાઠવી હતી.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો