કલોલની વખારિયા સ્કૂલમાં પ્રિન્સિપાલે ઠપકો આપતા શિક્ષકે ઝેર પીધું

કલોલની વખારિયા સ્કૂલમાં પ્રિન્સિપાલે ઠપકો આપતા શિક્ષકે ઝેર પીધું

Share On

 પ્રિન્સિપાલે ઠપકો આપતા શિક્ષકે ઝેર પીધું

કલોલની વખારિયા શાળામાં ચકચારી બનાવ બની ગયો હતો. શાળાના આચાર્યે બહાર ગયેલ એક શિક્ષકને ઠપકો આપતા તેમને લાગી આવ્યું હતું જેને કારણે તેઓએ ઝેરી દવા પી લીધી હતી.જેને કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેને લઈને હવે શાળાના આચાર્ય વિરુદ્ધ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.

ઘટનાની વિગતો અનુસાર  અમદાવાદ રહેતા અવધેશકુમાર બૃહદનારાયણ પાંડે કલોલની વખારીયા સ્કૂલમાં 20 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે.તેઓ બપોરે નજીકમાં આવેલ એક બેન્કમાં સ્ટેમેન્ટ કઢાવવા ગયા હતા.ત્યાંથી તેઓ પરત આવતા પટાવાળાએ તેમને  કહ્યું હતું કે આચાર્ય તમને ઓફિસમાં બોલાવે છે. જેથી તેઓ તેમની ઓફિસે પહોંચ્યા હતા.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી કલોલ સમાચાર ઓનલાઇન એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819

અહીં વખારિયા શાળાના આચાર્યે શિક્ષકને ચાલુ શાળાએ બહાર જવા બદલ ઠપકો આપ્યો હતો તેમજ ગાળો બોલી હતી. જેથી ઘરે  અમદાવાદ વખતે શિક્ષકને મનમાં  લાગી આવતા નિકોલ પાસે ઉંદર મારવાની દવા પી લીધી હતી. જેથી તેમને વધુ સારવાર માટે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. બનાવને પગલે સમગ્ર સ્કૂલમાં ચકચાર મચી ગઈ હતી.

કલોલ સમાચાર