કલોલના બોરીસણામાં ચૂંટણીની અદાવતને લઈને વૃદ્ધ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ
કલોલ તાલુકાના બોરિસણા ગામમાં ચૂંટણીની જૂની અદાવતને લઈને ગંભીર બનાવ બન્યો છે. સરપંચના કુટુંબીઓએ એક પૌદ્ધ મહિલાને તેમનું છાપરું ખાલી કરવાની ધમકી આપી હતી. આ ઝઘડામાં વચ્ચે પડેલા એક વૃદ્ધ પાડોશી પર સરપંચના કુટુંબીઓએ ગાડી ચડાવી દીધી, જેના કારણે ગામમાં તણાવનો માહોલ સર્જાયો છે.
પૌદ્ધ મહિલાએ આ ઘટના અંગે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં રાજુજી ઠાકોર, વિજયજી ઠાકોર અને ભરતજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે આરોપીઓએ ચૂંટણીની અદાવતને કારણે તેમને હેરાન કરવાનો પ્રયાસ કર્યો અને ઝઘડામાં વચ્ચે પડેલા વૃદ્ધ પાડોશી પર હુમલો કર્યો હતો.પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
