અમદાવાદમાં રથયાત્રા જોતા મકાનની બાલ્કની તૂટી,એકનું મોત,આઠ ઘાયલ 

અમદાવાદમાં રથયાત્રા જોતા મકાનની બાલ્કની તૂટી,એકનું મોત,આઠ ઘાયલ 

Share On

અમદાવાદમાં રથયાત્રા જોતા મકાનની બાલ્કની તૂટી,એકનું મોત


અમદાવાદના દરિયાપુર કડિયાનાકા રોડ પર મંગળવારે એક બિલ્ડિંગના બીજા માળની બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થયો હતો. રથયાત્રાના દર્શન કરી રહેલા એક વ્યક્તિનું તેની ચપેટમાં આવી જતાં મોત નીપજ્યું હતું. 3 બાળકો સહિત 10 લોકો ઘાયલ થયા છે જેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અમદાવાદના જમાલપુરમાં ભગવાન જગન્નાથ મંદિરથી સવારે 7.40 કલાકે રથયાત્રાનો પ્રારંભ થયો હતો. ત્રણેય રથ સાંજે 5 વાગ્યે દરિયાપુર પહોંચ્યા હતા. અહીં તેમને એક મંદિર પાસે લગભગ 15 મિનિટ સુધી રોકવામાં આવ્યા હતા. પૂજા પછી તેઓ નીકળી ગયા. જ્યારે તેઓ કડિયાનાકા વિસ્તારમાં પહોંચ્યા ત્યારે આ અકસ્માત થયો હતો. જોકે, હવે કડિયાનાકાથી રથયાત્રા નીકળી ગઈ છે.

આ અકસ્માત પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી પણ સામે આવી છે. રથયાત્રાના રૂટ પરના તમામ જોખમી અને જર્જરિત મકાનોને નોટિસ આપવાની હતી. પરંતુ તપાસ બાદ પણ આ મકાનને કોઈ નોટિસ આપવામાં આવી નથી. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારબાદ મહાનગરપાલિકાની ટીમ નોટીસ લઈને ઘરે પહોંચી હતી.

Live : કલોલમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા,આ સ્થળોએથી પસાર થઇ

ગુજરાત સમાચાર