કલોલ નગરપાલિકાએ ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો હોવાનો બળદેવજી ઠાકોરનો આક્ષેપ 

કલોલ નગરપાલિકાએ ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો હોવાનો બળદેવજી ઠાકોરનો આક્ષેપ 

Share On

ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો હોવાનો બળદેવજી ઠાકોરનો આક્ષેપ

કલોલમાં ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભાજપશાસિત નગરપાલિકા પર મોટો આક્ષેપ મુકતા સનસનાટી મચી ગઈ છે.  કલોલ નગરપાલીકામાં જાહેર વિકાસ ના કામો કરવા સારૂં સરકારશ્રી તરફથી ૧૪ માં નાણાપંચ તેમજ સ્વણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સને હા-૨૦ની ગ્રાન્ટ કલોલ નગરપાલીકા ને ફાળવેલ હતી.
આ ગ્રાન્ટ જેતે નગરપાલીકા દ્વારા કરવાના થતા કામા માટે ચોકકસ નિયમોને આધિન જાહેર કામો માટે ખર્ચ કરવાનો હોય છે પરંતુ કલોલ નગરપાલીકા ના પ્રમુખશ્રી તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ એ સરકાર ના નીતીનિયમો ની અવગણના કરી કાયદા ની ઉપરવટ જઈ કામો કરેલ છે.
સદર ગ્રાન્ટમાંથી જે કામો ના થઈ શકે તેમ હોવા છતા કલોલ નગરપાલીકા વિસ્તારામાં આવેલ ખાનગી સોસાયટી માં રોડ બનાવવા માટે ફાળવેલ છે. જે ગ્રાન્ટ ના ઉપયોગમાં જણાવેલ નિશ્ચમો અને શરતો નો ભંગ કરેલ છે અને નગરપાલીકા ના ફંડ ને આર્થિક નુકશાન કરેલ છે.
 ખાનગી સોસાયટીઓ માં કામ કરવા માટે સરકારશ્રી દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ થી લોકફાળા પેટે ભરવાની થતી રકમ જે તે સોસાયટી ના રહીશો કે કોર્પોરેટરશ્રીઓ કે ધારાસભ્ય તેમને મળતી ગ્રાન્ટમાંથી ફાળવી શકશે. તે સિવાય બીજી કોઇ પણ ગ્રાન્ટ આ હેતુ માટે વાપરી શકાય નહી.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
સરકારી નાણા નો ખોટો ઉપયોગ
 આમ ઠરાવમાં આ સ્પષ્ટ જણાવેલ હોવા છતા કલોલ નગરપાલીકા દ્વારા ખાનગી સાસાયટીઓ ના રસ્તાઓ બનાવવા પાછળ વાપરી સરકારી નાણા નો ખોટો ઉપયોગ કરેલ છે અને નગરપાલીકા ના ફંડને આર્થિક નુકશાન કરેલ છે. આ ફંડનો ઉપયોગ કરવા માટે નિયમોનો ખોટ અર્થઘટન કરી સક્ષમ અધિકારીઓ ને ગેરમાર્ગે દોરી કામ કર્યો હોવાની રજૂઆત બળદેવજી ઠાકોરે કરી હતી. તેમજ પ્રાદેશિક કમિશનર વિરુદ્ધ જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે.

કલોલ સમાચાર