કલોલના આટલા રસ્તાઓની કામગીરી માટે બળદેવજી ઠાકોરનો ઔડાને પત્ર,વાંચો 

કલોલના આટલા રસ્તાઓની કામગીરી માટે બળદેવજી ઠાકોરનો ઔડાને પત્ર,વાંચો 

Share On

કલોલમાં રોડ-રસ્તાઓના કામ માટે ઔડા માં પત્ર લખ્યો

કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કલોલના જાહેર તેમજ આંતરિક રોડ રસ્તાઓની મરામત માટે ઔડાને પત્ર લખ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે કલોલ શહેરમાં રેલવે પૂર્વ વિસ્તારમાં ઘણી જગ્યાએ જાહેર તેમજ આંતરિક રસ્તા તૂટી ગયા છે. ઘણી જગ્યાએ ખાડા પડેલ છે જેથી વાહનચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે તો તેને તાકીદે ડામર પેવરની કામગીરી કરવામાં આવે.

 

આ રસ્તાઓમાં લવલી ચોકથી માધુપુરા તરફ જતો ડામરનો રોડ,લવલી ચોકથી મજુર હાઉસિંગ સોસાયટીથી અમૃતકુંજ સોસાયટી વાગોસણાના પરા સુધીનો ડામર રોડ,આરોગ્ય કેન્દ્રથી પાણીની ટાંકી તરફનો ડામરનો રોડ,મજુર હાઉસિંગ સોસાયટીથી ચામુંડા મંદિર તરફ જતો ડામરનો રોડ,માધુપુરા રોડથી વોટર વકર્સ થઇને સિદ્ધરાજ સુધીનો રોડ,મજુર હાઉસિંગના પાછળના દરવાજાથી રાધાકૃષ્ણ મંદિરનો રોડ,માર્કેટયાર્ડ થી ઓએનજીસી વેલ સુધી ડામરનો રોડ,ગૌતમ નગર સોસાયટીના દરવાજાથી કાંતમ રેસીડેન્સી સુધી ડામરનો રોડ,ગાય સર્કલથી નૂરે મોહમ્મદી તરફનો રોડ બનાવવા લેખિતમાં જણાવાયું છે.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819

આ ઉપરાંત વામજ રોડ કૃષ્ણકુંજ સોસાયટી તરફનો રોડ બનાવવા પણ રજૂઆત કરાઈ છે. આ રોડના કામ ઝડપથી થાય અને વાહન ચાલકોને પડતી હાલાકી દુર થાય તે માટે અમારા દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમ ધારાસભ્યે જણાવ્યું હતું.આ અગાઉ  કલોલની અહેમદી પાર્ક સોસાયટીમાં ધારાસભ્ય બળદેવજી ઠાકોરના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે ધારાસભ્યે જણાવ્યું હતું કે કલોલના સર્વાંગી વિકાસના અભિગમ સાથે અહેમદી પાર્ક સોસાયટીમાં આરસીસી રોડ બનાવવા માટે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી રૂપિયા ૧૫,૦૦,૦૦ ની ફાળવણી કરી છે.

કલોલ સમાચાર