કલોલમાં ભારત ગૌરવ ડિલક્સ ટ્રેન આવી પહોંચતા ઢોલ નગારા સાથે સ્વાગત
ભારતીય રેલવે ગુજરાતની ઐતિહાસિક ધરોહરને બતાવવા માટે ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન ચલાવી રહ્યું છે. આ ટ્રેન કલોલ આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કલોલ રેલ્વે સ્ટેશન ખાતે ઢોલ નગારા અને નૃત્ય સાથે ટ્રેનનું સ્વાગત કરવામાં આવતા ઉપસ્થિત સૌ લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.
28 ફેબ્રુઆરીથી દિલ્હીના સફરદરજંગ રેલવે સ્ટેશનથી આઠ દિવસની યાત્રા માટે નીકળી હતી. આ ટ્રેન ગુરુગ્રામ, રેવાડી, રીંગસ, ફૂલેરા અને અજમેર રેલવે સ્ટેશન પર પણ રોકાઈ હતી. આ યાત્રાને સરકારની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ યોજનાની ભાવનાને અનુરુપ ડિઝાઈન કરવામાં આવી છે. આ આખી ટ્રેન 8 દિવસમાં કુલ 3500 કિલોમીટરનું અંતર કાપશે. ગુજરાતમાં આ ટ્રેન પહેલા કેવડિયામાં રોકાશે, જ્યાંથી સ્ટેચ્યુ ઓફ યૂનિટીના આકર્ષણને યાત્રીઓ નીહાળી શકશે.
કલોલની શ્રીજી વિદ્યાલયના ઍન્યુઅલ ફંકશનમાં વિદ્યાર્થીઓએ ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત, ચાંપાનેર પુરાતત્વીય ઉદ્યાન કે, જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ છે, અડાલજની વાવ, અમદાવાદનું અક્ષરધામ મંદિર, સાબરમતી આશ્રમ, મોઢેરાનું સૂર્ય મંદિર અને પાટણમાં આવેલી રાણી કી વાવની મુલાકાત મુખ્ય છે. વારસાના ખજાનાનો પ્રવાસ કાર્યક્રમમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત, સોમનાથ જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકાની મુલાકાત 8 દિવસના પ્રવાસમાં આવરી લેવામાં આવેલા ધાર્મિક સ્થળો છે.