કલોલમાં વાવાઝોડાને પગલે ભયજનક હોર્ડિંગ્સ ઉતારી લેવાયા
વાવાઝોડાને પગલે કલોલમાંથી ભયજનક હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. હોર્ડિંગ્સને કારણે જનમાલનો ખતરો હોવાથી અગમચેતી વાપરીને તેને ઉતારી લેવામાં આવતા રાહત થઈ છે. બીજી તરફ કલોલમાં વાવાઝોડાને પગલે રોડ રસ્તા ઉપર ધૂળનું સામ્રાજ્ય ફેલાયું છે.
દિવસ રાત ઝડપથી પવન ફૂંકાતો હોવાથી ધૂળ ઊડી રહી છે બીજી તરફ આકાશમાં વાદળછાયુ વાતાવરણ થઈ જતા ગરમીમાં થોડી રાહત મળી છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા કામ વગર લોકોને ઘરની બહાર નહીં નિકળવા સલાહ આપવામાં આવી રહી છે.
આગામી 15 જૂન સુધી વાવાઝોડું લેન્ડફોલ કરે તેવી શકયતા છે. કચ્છ,સૌરાષ્ટ્ર ઉપરાંત ઊત્તર ગુજરાતમાં પણ વાવાઝોડા બિપોરજોયની અસર વર્તાવવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
1 thought on “કલોલમાં વાવાઝોડાને પગલે ભયજનક હોર્ડિંગ્સ ઉતારી લેવાયા”