કલોલ બેઠક પર ભાજપે ભગવો લહેરાયો….

વિધાનસભાની ચૂંટણી ના બીજા તબક્કા તેમજ પ્રથમ તબક્કાનુ પરિણામ આવી ગયું છે ત્યારે વધુ ચર્ચામાં તેમજ ભારે તંગ દિલીમા રહેલી કલોલ બેઠક પર ભાજપે બાજી મારી દીધી છે. ભાજપ પક્ષના ઉમેદવાર લક્ષ્મણજી પુંજાજી ઠાકોર 5733 ની જંગી બહુમતી સાથે વિજય બન્યા છે.

કલોલ 38 વિધાનસભા હંમેશા કોઈને કોઈ રીતે ચર્ચામાં રહી હતી, જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઝપાઝપી ના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પરંતુ આજ રોજ આ બેઠક પર ભાજપે પોતાનું કમળ ખિલાવી દેતા કલોલ 38 વિધાનસભાની બેઠક ભાજપની તરફેણ માં ગઈ છે.

જ્યારે બીજી તરફ છેલ્લા દસ વર્ષથી કલોલ બેઠક પર સતત વિજેતા બનતી આવતી કોંગ્રેસ ને આ વખતે નિરાશા મળી છે.
