પાટણ બ્રેકિંગ: પાટણના કલેક્ટર કચેરીમાં બપોરે 3 વાગ્યે બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપતો ઈ-મેલ મળતા ખળભળાટ મચી ગયો.
બ્લાસ્ટનો ધમકી ભર્યો ઇમેલ મળતા પાટણ કલેક્ટર સહિત લગભગ 200 કર્મચારીઓને તાત્કાલિક કચેરીની બહાર જતા રહેવાની સૂચનાઓ આપી હતી. કર્મચારીઓને કચેરીની બહાર નીકળી જવાની સૂચના મળતા તેમનામાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.કલેક્ટર કચેરીની તમામ કામગીરી તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે.
સૂચના મળતાજ જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ કાફલો કલેક્ટર કચેરી પર પહોંચ્યો હતો. સાથે જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ અને ડૉગ સ્કવૉડની ટીમ પણ સ્થળ તરફ રવાના થઈ છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે,આ ધમકી ફેક ઈ-મેલ દ્વારા આપવામાં આવી છે.