કલોલ પૂર્વમાં લડતા આખલા ઘરમાં ઘુસતા નાસભાગ,ભયનો માહોલ
કલોલ શહેરમાં રહેણાંક વિસ્તારો તેમજ જાહેર માર્ગ પર ગાય,આખલા જેવા પશુઓને કારણે લોકોને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડે છે. જાહેર રોડ પર બેસી રહેતા ઢોરોને કારણે અકસ્માતની ભીતિ રહેલી છે તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા ન હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે.
કલોલઆ પૂર્વ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલ જાહેર માર્ગ પર બે આખલા સામસામે આવી ગયા હતા. આખલાઓ લડતા લડતા સામે રહેલા ઘરમાં ઘુસી જાય તેવી નોબત સર્જાતા નાસભાગ મચી ગઈ હતી. આખલા યુદ્ધને કારણે લોકોનો જીવ પડીકે બંધાઈ જતા તંત્ર વિરુદ્ધ ફિટકાર પણ વરસાવ્યો હતો.
કલોલ નગરપાલિકા દ્વારા રખડવા ઢોર પકડવા બાબતે કોઈ કામગીરી કરવામાં ન આવતા આખલા યુદ્ધમાં કોઈ નિર્દોષની જાનહાનિ નો ભય સેવાઈ રહ્યો છે. કલોલમાં કેટલાક સમયથી રખડતા ઢોરોની સંખ્યામાં વધારો થતો રહ્યો છે જેમાં હાલમાં મદમસ્ત આખલાઓ રોડ પર ઉતરી આવી કલાકો સુધી બાખડતા રહે છે. વધુમાં કલોલ નગરપાલિકા સામે જ સવાર સાંજ અસંખ્ય ગાય-આખલા બેસી રહેતા હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જેનો ભોગ કોઈ નિર્દોષ નાગરિક બનશે તો શું તેની જવાબદારી પાલિકા તંત્ર લેશે કે નહીં તેવો સવાલ પણ નાગરિકો કરી રહ્યા છે.
કલોલના શાકમાર્કેટમાં અસહ્ય ગંદકીથી બળદેવજી ઠાકોરે નગરપાલિકાને આડેહાથ લીધી
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો